Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અધિગમશ્રદ્ધા
અધિગમશ્રદ્ધા–
જે પ્રમાણે નિસર્ગથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તે પ્રકાર કહેવામાં આવી ગયો છે. હવે અધિકાશ્રદ્ધાની વ્યાખ્યા કરવામાં આવે છે-તીર્થકર આદિના ઉપદેશના નિમિત્તથી થવાવાળું જ્ઞાન તે પિતા કહેવાય છે. વીતરાગ ભગવાનને ઉપદેશ સાંભળવાથી, અથવા વિતરાગદ્વારા નિરૂપિત આગમના અર્થને વિચાર કરવાથી પદાર્થોને યથાર્થ નિર્ણય થાય છે તે નિર્ણયને જિમ કહે છે. તે વિરામથી મિથ્યાત્વમેહનીયને ક્ષય-ઉપશમ આદિ થયા પછી તત્ત્વાર્થની જે રૂચિ થાય છે, તે મિશ્રદ્ધા છે.
શ્રદ્ધાથી શમ, સંવેગ આદિ ઉત્પન્ન થાય છે. એટલા માટે “રાજ્ય આદિ વૈભવ તથા પુત્ર, પત્ની વગેરે સમસ્ત આત્મીયજન અંતમાં દુઃખદાયક છે. એ પ્રમાણે જાણીને વિષની સમાન તેને ત્યાગ કરીને સર્વસુખેમાં ઉત્તમ, નિત્ય, ધ્રુવ, શાશ્વતિક મોક્ષ સુખની ઇરછાવાળા સમ્યગ્દષ્ટિ પુરૂષ દીક્ષિત થઈ જાય છે.
તાત્પર્ય એ છે કે-સંયમની પ્રાપ્તિના સમયે પરિણામોની જે વધતી જતી ધારા હતી તેનું સર્વ પ્રકારથી રક્ષણ કરવું જોઈએ. તેને ઘટવા દેવી જોઈએ નહિ. શ્રદ્ધા પરમ દુર્લભ છે અને જ્ઞાન, એવી રીતે ચારિત્રનું કારણ હેવાથી મેલનું મુખ્ય કારણ છે. એટલા માટે શ્રદ્ધાનો ત્યાગ કર જોઈએ નહિ; આશય એ છે કેઃ-મહાન કઠિનાઈથી પ્રાપ્ત થવાવાળા સંયમની શ્રદ્ધાપૂર્વક રક્ષા કરવામાં જીવનના છેલ્લા રક્ષણ સુધી સાવધાન રહેવું જોઈએ. (સૂ. ૨)
ચાલતા માર્ગ પર ચલાવાય છે.” આ લેકવ્યવહાર પ્રમાણે શિષ્યની શ્રદ્ધા મજબૂત કરવા માટે-“આ માગ પૂર્વકાલીન મહાપુરૂષોએ આચરણ કરેલ છે. આ આશયથી કહે છે--
અથવા પૂર્વ કાલના તીર્થકર ગણધર આદિ સૌએ આ માર્ગનું અવલમ્બન (આશ્રય) કર્યું. એ બતાવવા માટે શિષ્યના ચિત્તની શ્રદ્ધાને વધારવા માટે કહે છે– “ઘ ” ઈત્યાદિ.
મૂલાઈ–વીર પુરૂષ મહામાર્ગને પ્રાપ્ત થયા- વીર પુરૂષે મહામાર્ગને પ્રાપ્ત કર્યો ) (સૂ. ૩)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯૯