Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપૂર્વકરણ
અપૂર્વકરણ– ત્યાર પછી મોક્ષસુખ સમીપ હોવાના કારણે જેનામાં મહાન અને કેઈથી નિવારી શકાય નહિ તેવી શક્તિ ઉત્પન્ન થઈ ગઈ છે. એ કઈ ભવ્ય જીવજ બહુજ તીખા કુહાડા સમાન યથાપ્રવૃતિકરણની અપેક્ષા અધિક વિશુદ્ધ, અને પહેલાં કેઈ વખત પણ પ્રાપ્ત નહિ થયેલા શુભ-અધ્યવસાયપ અપૂર્વજ દ્વારા એ દુઘ કથિને ભેદે છે.
ગ્રંથિભેદન કરવામાં માનસિક ક્ષેભ તથા પરિશ્રમ આદિ અનેક વિદન ઉપસ્થિત થાય છે. જેમાં વિદ્યાની સાધના કરવાવાળાને વિદ્યાની અધિષ્ઠાત્રી દેવતા દ્વારા થવાવાળા વિદનેથી મનમાં ક્ષોભ થાય છે, અને ઘનઘોર મહાયુદ્ધમાં ગયેલા ધાને ઘણીજ સંખ્યાવાળા અને દુર્જય શત્રુઓના દળ ઉપર વિજય મેળવવામાં જેમ પરિશ્રમ કરવું પડે છે. અથવા–જેવી રીતે કેઈ મહાસમુદ્રમાંથી વહાણ વગેરેને પાર લઈ જવામાં નાવિકેને પરિશ્રમ કરે પડે છે. એ પ્રમાણે બહુજ દુય કર્મશત્રુઓના દળને પરાજય કરવામાં અત્યન્ત પરિશ્રમ કરે પડે છે.
આ કર્મગ્રંથિ વજાના જેવી મહાકઠિનતાથી ભેદી શકાય છે. સંપૂર્ણ રૂપી વજની સેયની સહાય લીધા વિના તેનું ભેદન થવું અશક્ય છે.
અપૂર્વવાળાની વજીમય સોયથી એકવાર કર્મગ્રંથિનું ભેદન થઈ જવા પછી જીવને શ્રદ્ધાની અત્યન્ત વિશુદ્ધ શક્તિ પ્રાપ્ત થઈ જાય છે, એટલા માટે ફરી કઈ વખત ગ્રંથિબંધ થતું નથી. કેઈ મણિમાં એક વખત છિદ્ર–કાણું પાડ્યાં પછી કાલાન્તરમાં તે છિદ્રમાં કદાચ ધૂળ ભરાઈ જાય તે પણ તે છેદ પ્રથમ પ્રમાણે થતું નથી. આ પ્રકારે એકવાર સમ્યકત્વ પ્રાપ્ત કરી લેવાવાળા જીવ, સમ્યક્ત્વને નાશ થવા છતાં પણ પછીથી તીવ્ર રાગ-દ્વેષ રૂપ પરિણામેની પ્રાપ્તિ થવા છતાંય પણુ ગ્રંથિના રૂપમાં કર્મોને બંધ કરતા નથી.
જેવી રીતે જન્મથી આંધળાને કેઈપણ ઉપાયથી નેત્ર મળી જતાં પદાર્થોના અસલી સ્વરૂપને જોઈને અત્યંત હર્ષ થાય છે, અથવા જેમ કે ઈ મહાન રેગથી થવા વાળી મહાર વેદનાથી પીડિત પુરૂષને રોગ નિવારણ થઈ જતાં તેને મહાન હર્ષ થાય છે. એ પ્રમાણે ભવ્ય અને નિવૃત્તિના બળથી, ભગવાન વીતરાગદ્વારા કથિત
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૯ ૭