Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંસારમાં બહુ સંખ્યામાં દ્રવ્યલિંગી છે. જેમ કે-“અમે પંચમહાવ્રતધારી, સર્વ પ્રકારના આરંભના ત્યાગી અને ષકાયના રક્ષક અણગાર છીએ” આ પ્રમાણે કહેવાવાળા દંડી તથા શાકય આદિ છે, તેમાંથી કેટલાક તે દેહની શુદ્ધિ માટે ઘણું જ જલથી સ્નાન કરવાવાળા હોય છે. કેટલાક તે પિતાને રહેવા માટે મકાન આદિ બનાવવા માટે માટી કાંકરા અને ચુના વગેરેમાં મેળવીને જલકાયની હિંસા કરે છે. કોઈકેઈ પિતાનું પેટ ભરવા માટે ખેતીમાં જલ સીંચે છે. કેઈ દેવકુલ વગેરે માટે સાવને ઉપદેશ આપે છે, અને કોઈ દેવ અને ગુરૂની પાર્થિવ પ્રતિમાને ઘણાં જ-ઘડા પાણીથી સ્નાન કરાવે છે. તે વિધિપૂર્વક જિનપૂજામાં અને પ્રતિષ્ઠામાં ઘણું જ પ્રકારના સચિત્ત જલથી પ્રતિમાને સ્નાન કરાવામાં મહાભયંકર ભવસાગરથી આત્માને ઉદ્ધાર થાય છે, એવું માને છે. અને ઉપદેશ આપે છે –
અષ્કાયરક્ષપદેશ
ઉચિત કાલમાં સમ્યફપ્રકારથી સ્નાન કરીને અને ક્રમથી જિનપ્રતિમાને સ્નાન કરાવી, પુષ્પ, આહાર અને સ્તુતિથી પૂજા કરે. આ પ્રમાણે પૂજાની વિધિ છે. (ધર્મસંગ્રહ)
વિધિપૂર્વક કરવામાં આવેલી લેકસંબંધી સમસ્ત ચેષ્ટાઓ ( ક્રિયાઓ) પણ સફલ થાય છે, તે જિનેંદ્ર ભગવાનની પૂજાનું તે કહેવું જ શું ? આ તે બને લોકમાં હિતકારી છે કે ૧ ” (પંચાશક-૪-વિવ )
એ પ્રમાણે પૂજા પ્રતિષ્ઠા આદિ અપ્લાયની હિંસારૂપ શાસ્ત્રનિષિદ્ધ સાવધ કાર્યમાં પ્રવૃત્તિ કરીને પણ દ્રવ્યલિંગી દંડી, શાક્ય આદિ પોત–પિતાને અણગારજ માને છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२०४