Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકા–જે ભગવાન તીર્થકરની અથવા તેના નિર્ગસ્થ શ્રમણની સમીપ ઉપદેશ સાંભળી ઉપાદેયને અર્થાત્ સર્વસાવદ્યોગના ત્યાગરૂપ ચારિત્રને અંગીકાર કરીને વિચરે છે, તે પૃથ્વીકાયના સમારંભને અહિતકર અને અબાધિજનક સમજે છે.
તે આ પ્રમાણે વિચાર કરે છે કે આ મનુષ્ય લેકમાં શ્રમણ નિર્ગના ઉપદેશથી જેને સમ્યજ્ઞાન અને વૈરાગ્ય થઈ ગયું છે તે આત્માથી પુરૂષને જ જાણવામાં હોય છે.
તે શું જાણવામાં હોય છે? એવી શંકા થતાં કહે છે-“gણ વસ્તુ છે.” ઈત્યાદિ આ પૃથ્વીકાયને સમારંભ નિશ્ચયજ ગ્રંથ છે. અર્થાત્ આઠ પ્રકારના કર્મોને બંધ છે. કારણમાં કાર્યને ઉપચાર કરીને પૃથ્વીકાયના સમારંભને અહિં ગ્રંથ કહ્યો છે. આશય એ છે કે – આરંભ-ગ્રંથ (બંધ)નું કારણ હોવાથી ગ્રન્થ કહ્યો છે, આ પ્રમાણેને ઉપચાર આગળના કથનમાં પણ સમજી લેવો જોઈએ.
આ પૃથ્વીકાય-સમારંભ મેહ અર્થાત્ વિપર્યાસ છે, વિપરીતજ્ઞાનરૂપ છે, તથા એ આરંભ નિગદ આદિ મરણરૂપ છે. તથા એ આરંભ નરક છે અર્થાત્ નારકીના જ માટે દસ પ્રકારની ક્ષેત્ર વેદનાઓનું સ્થાન છે. આ સમારંભના કારણે કર્મબંધ, મેહ, મરણ અને નરકરૂપ ઘેર દુઃખમય ફલ પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની લેક વારંવાર તેની ઈચ્છા કરે છે. અથવા સંસારી જીવ વિષયભેગોમાં આસક્ત થાય છે, અર્થાત્ કર્મબંધ, મોહ, મરણ અને નરકના માટેજ અજ્ઞાની જીવ તેમાં પ્રવૃત્તિ કરે છે.
વિષયભેગમાં આસક્ત જીવ હજી પણ શરીર આદિને પુષ્ટ કરવા માટે પરિવંદન, માનન, અને પૂજનને માટે, જન્મ મરણથી મુક્ત થવા માટે દુઃખને નાશ કરવા માટે, પૃથ્વીશસ્ત્રને આરંભ કરે છે તે પણ તે આરંભનું ફળ તેને કર્મબંધ, મેહ, મરણ અને નરકના રૂપમાં જ મળે છે. એ માટે આશય એ છે કે-કેઈ કાંઈ પણ અભિલાષાથી પૃથ્વીકાયને આરંભ કરે પરતુ ફળ તે તે કર્મબંધ આદિજ થશે.
“કુદર' એને પ્રયોગ એ બતાવવા માટે, કર્યો છે કે આ સંસારી જીવ ઉત્પન્ન થાય છે મરવાને માટે, અને મારે છે તે જન્મ લેવા માટે, આ પ્રમાણે એ પ્રયોગ છે.
લેક વારંવાર કર્મબંધ આદિ માટેજ અભિલાષી છે. અથવા કમબંધ માટેજ પ્રવૃત્તિ કરે છે. આ પ્રતિજ્ઞામાં હેતુ કહે છે-“કમિi”. ઈત્યાદિ.
જે કારણથી પૃદ્ધ આસકત લેકે નાના પ્રકારના શસ્ત્રોથી–સ્વકાય, પરકાય અને ઉભયકાય રૂપ શસ્ત્રોથી–પૃથ્વીકાયને સમારંભ કરીને અર્થાત્ પૃથ્વીકાયની હિંસા કરવાવાળા સાવદ્ય વ્યાપાર કરીને અથવા પૃથ્વીકાયના નિમિત્તથી આઠ કર્મોને ઉત્પન્ન કરનાર સાવદ્ય વ્યાપારથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૩