Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આરંભ કરે છે. માનવ અર્થાત્ જનતા દ્વારા મળવાવાળે સત્કાર, તે સત્કાર માટેકીર્તિસ્તંભ (મેમોરિયલ) આદિ બનાવીને સમારંભ કરે છે. પૂજન અર્થ છેવસ અથવા રત્ન આદિને પુરસ્કાર પ્રાપ્ત કરે. તે માટે શિલ્પીલેગ રાજાની કે દેવતાની પ્રતિમા બનાવવામાં સમારંભ કરે છે.
જન્મ મરણ મેચન (મૂકાવવા માટે પણ પૃથ્વીકાયને સમારંભ કરવામાં આવે છે. જન્મના માટે જેમ ભવાન્તરમાં સુખ પ્રાપ્ત કરવા માટે દેવકુલ આદિના નિર્માણ કરાવવામાં, અને મૃત્યુ માટે જેમ મૃત પિતા આદિનું સ્મારક સૂપ-ચૈત્ય બનાવવામાં, મેચન અર્થાત મુક્તિને માટે દેવભવન એવં તેની પ્રતિમા બનાવવામાં, અથવા જન્મમરણ મેચનને અર્થ છે-જન્મ અને મરણથી મુક્ત થવું તે માટે પૃથ્વીકાયને સમારંભ કરે છે.
તથા દુઃખને નાશ કરવા માટે પણ પૃથ્વીકાયને સમારંભ કરે છે, જેમ-ચીમના તાપથી બચવા માટે અથવા સ્વચક અને પરચક્રના ભયની નિવૃત્તિ માટે ભૈયા અથવા કેટ બનાવવા.
આ પ્રમાણે જીવન, પરિવંદન, માનન, અને પૂજન આદિ માટે મનુષ્ય પોતે જ પૃથ્વી-શસ્ત્રને સમારંભ કરે છે. અર્થાત્ પૃથ્વીને વાત કરવાવાળા દ્રવ્ય અને ભાવ શસ્ત્રના વ્યાપાર કરે છે. તથા બીજા પાસે પૃથ્વીશસને વ્યાપાર કરાવે છે. અને પૃથ્વીશ અને પ્રયોગ કરવાવાળા બીજાને અનુમોદન આપે છે.
આ પ્રમાણે અતીત અને અનાગત (ભૂત-ભવિષ્ય)થી તથા મન, વચન અને કાયાથી પૃથવીશાના આરંભના ભેદેને સમજી લેવા જોઈએ.
પૃથિવીકાય સમારમ્ભ ફલ
(૭) વેદનાદ્વાર– પૃથ્વીશઅને આરંભ કરવાવાળા શું ફળ પામે છે? તે કહે છે-“રં રે ગણિ ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૧