Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ બતાવવા માટે કહે છે –“પુત્રવીર્થં” ઈત્યાદિ.
પૃથ્વીશને અર્થ છે–પૃથ્વીકાયની હિંસા કરવાવાળાં શસ્ત્રો જેનાથી હિંસા થઈ શકે તે શસ્ત્ર કહેવાય છે. શસ્ત્ર બે પ્રકારના છે. (૧) દ્રવ્ય શસ્ત્ર અને (૨) ભાવ-શસ્ત્ર-સ્વકાય, પરકાય, અને ઉભય વ–પરકાયરૂપ દ્રવ્યશાસ્ત્ર ત્રણ પ્રકારના છે. મન, વચન અને કાયના દુષ્પગ કરવા તે ભવશાસ છે.
પૃથ્વીકાયને આરંભ કરવાવાળા, પૃથ્વીકાયથી ભિન્ન અનેક અપૂકાય આદિ સ્થાવર જવાની તથા હીન્દ્રિય આદિ ત્રસ જેની પણ હિંસા કરે છે.
પૃથિવીકાય કા ઉપભોગ
(૬) ઉપભેગ-દ્વારસંસારમાં ઘણાજ દ્રવ્યલિંગી સાધુ છે. જેવી રીતે “અમે પંચમહાવ્રતધારી છીએ. સર્વ આરંભ અને પરિગ્રહના ત્યાગી છીએ, ષકાયના રક્ષક સાધુ છીએ.' આ પ્રમાણે કહેવાવાળા દંડી શાય આદિ છે તેમાં કઈ-કઈ તે શરીરની શુદ્ધિ માટે માટીથી સ્નાન કરે છે. કેઈ પિતાને રહેવા માટે મકાન આદિ બનાવવામાં કેદાળી, કોસ આદિ દવાનાં સાધને દ્વારા પૃથ્વીકાયનું ઉપમદન કરે છે, કોઈ-કઈ પિતાનું પેટ ભરવાના ઉદ્દેશથી ખેતી કરે છે; કેઈ દેવકુળ આદિને માટે સાવદ્ય ઉપદેશ કરે છે–દેવ, ગુરૂ આદિની પાર્થિવ પ્રતિમા નિર્માણ કરાવવામાં અને જીર્ણોદ્ધાર કરાવામાં ભવસાગરથી આત્મા તરી શકે છે, એવું માને છે અને કહે છે કે –
“જિનમંદિર બનાવવાની વિધિ આ પ્રમાણે છે–શુદ્ધ ભૂમિ, શુદ્ધ ઇંટે, પથ્થર, કાષ્ઠ આદિ જોઈએ. કામ કરવાવાળા કારીગરોને પ્રસન્ન રાખવા, પિતાનાં પરિણામ ઉત્તરોત્તર ચઢતાં રાખીને યતનાપૂર્વક કાર્ય કરવું.” ઈત્યાદિ.ભગવાનની આજ્ઞાના આરાધક શ્રાવકને ભગવાને તેનું ફલ આ પ્રમાણે બતાવ્યું છે–તેને અનેકાનેક સુખોને અનુબંધ થાય છે; અને પરમ્પરાથી મેક્ષની પ્રાપ્તિ થાય છે.” (પંજારાવટી ૭ વિ.)
જે પુરૂષ જીર્ણ થયેલું જિનમંદિર, તેને ભક્તિથી ઉદ્ધાર કરાવે છે તે મહાન ભવસાગરથી પિતાના આત્માને તારે છે.” (ધર્મસંકટીવા ૨ અધિ.)
આજ પ્રમાણે શાસનિષિદ્ધ પૂજા, પ્રતિષ્ઠા આદિ સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્તિ કરીને દ્રવ્યલિંગી પણ પિતે પિતાને મુનિ માને છે. આશય એ છે કે-જે લેક પૃથ્વીશ અને પ્રયોગ કરીને ષજીવનિકાયરૂપ સમસ્ત લોકની હિંસા કરે છે અને ભગવાનનું નામ લઈને પિતે બેટી પ્રરૂપણા કરે છે માટે તે દ્રવ્યલિંગી છે, સાચા
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭૯