Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિગદમાં જ્યાં એક જીવ હોય છે ત્યાં નિયમથી અનન્ત જીવ હોય છે.
બાદર અને સૂક્ષ્મ પૃથિવીકાયના ભેદ આ પ્રમાણે છે –બન્નેના પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઉ ભેદ પ્રથમ કહેવામાં આવ્યા છે. હવે બીજા ભેદ કહે છે–ત્રણ શરીર, અંગુલના અસંખ્યાતમાં ભાગ શરીર, સેવાર્તા સંહનન, મસૂર-ચન્દ્ર સંસ્થાન, ચાર કષાય, ચાર સંજ્ઞાઓ, પ્રારંભની ત્રણ લેશ્યાએ, સ્પર્શ ઈન્દ્રિય, વેદના કષાય, અને મારણાનિક સમુદ્દઘાત, અસંસીપણું, નપુંસકવેદ, ચાર પર્યાપ્તિએ, મિથ્યાદર્શન, અચક્ષુદર્શન, ત્રણ અજ્ઞાન, કાયયોગ, સાકાર તથા અનાકાર ઉપગ, આહાર આદિ. તેમાં વિશેષતા એટલી જ છે કે –બાદર પૃથિવીકાયમાં પ્રથમની ચાર લેસ્યાઓ હોય છે, બાકી તમામ બેલ સમાન છે. બન્ને જ અસંખ્યાત-અસંખ્યાત છે.
પૃથિવીકાય જીવપરિણામ
(૩) પરિમાણકારપર્યાપ્ત બાદર પૃથ્વીકાયના જીવ સૌથી થડા છેતેની અપેક્ષા બાદર અપર્યાપ્ત અસંખ્યાત ગણ અધિક છે. તેનાથી સૂક્ષમ અપર્યાપ્ત અસંખ્યાત ગણા છે, તેનાથી સૂક્ષ્મ પર્યાપ્ત અસંખ્યાત ગણુ છે. અગર જુવાર નામના ધાન્યના કણની બરાબર પૃથ્વીમાં રહેવાવાળા જીવ એક–એક થઈને બહાર નિકળે અને તે સર્વ પિતાનું શરીર કબૂતર–પારેવાનાં શરીર બરાબર બનાવી લીએ તે એક લાખ યેજનના વિસ્તારવાળા જમ્મુ દ્વીપમાં તેને સમાવેશ થઈ શકે નહિ.
શંક–જુવારના એક દાણાની બરાબર પૃથિવીમાં એટલા અધિક જીવ કેવી રીતે રહી શકે છે?
સમાધાન–જેવી રીતે હજાર ઔષધના સંમિશ્રણથી બનેલા સહજ-પાક તૈલના
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭૭