Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અણગાર-સાધુ નથી. કહ્યું છે કે –
જેની ક્રિયા સાવદ્ય છે, અને જેને ઉપદેશ સાવદ્ય છે, તે દીર્ધ સંસારમાં પરિભ્રમણ કરે છે. તે સર્વને દ્રવ્યલિંગી જાણવા જોઈએ.” (સૂ૦ ૨)
એ પ્રમાણે પૃથ્વીકાયનું ઉપમન-નાશ કરવાવાળા હોવાથી શાક્ય આદિને ભગવાને વ્યલિંગી કહ્યા છે. આ વાત સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને કહે છે-“તરણ” ઈત્યાદિ.
મલાર્થ–ભગવાને પરિસ્સાને ઉપદેશ આપ્યો છે, આ જીવનને માટે, વંદના, માન અને પૂજન માટે, જન્મ અને મરણથી મુક્ત હવાના માટે, દુઃખને નાશ કરવા માટે તે પોતે જ પૃથ્વીકાયને આરંભ કરે છે, બીજાથી પૃથિવીકાયને આરંભ કરાવે છે, અને પૃથ્વીકાયને આરંભ કરનાર બીજાને અનુમોદન આપે છે. તે આરંભ તેના અહિત માટે અને તે તેની અધિ માટે છે. (૩)
ટીકાથ–પૃથ્વીકાયના સમારંભના વિષયમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીએ સમ્યગોધરૂપ પરિજ્ઞાને સદુપદેશ આપ્યો છે. તાત્પર્ય એ છે કે-કર્મબંધને નાશ કરવા માટે જીવે તે પરિજ્ઞા અવશ્યજ સ્વીકાર કરવી જોઈએ, એ પ્રમાણે ભગવાને કહ્યું છે. પરિજ્ઞા બે પ્રકારની છે. જ્ઞપરિજ્ઞા, અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા, “સાવદ્ય વ્યાપારજ કર્મબંધનું કારણ થાય છે.” એ પ્રમાણે જાણવું તે શ–પરિજ્ઞા છે, અને સાવદ્ય વ્યાપારને ત્યાગ કરે તે પ્રત્યાખ્યાન-પરિજ્ઞા છે.
પૃથિવીકાય સમારમ્ભ પ્રયોજન
જીવ કયા પ્રયજન માટે પૃથ્વીકાયના વિષયમાં સાવધ વ્યાપાર કરે છે તે બતાવે છે –
વિજલીના ચમકારાની સમાન આ ક્ષણભંગુર જીવનના ચિરકાલીન (લાંબા સમય સુધી) સુખના ઉદ્દેશથી, મહેલ મકાન આદિ બનાવવાને માટે, અથવા ગમન, આગમન, અવસ્થાન, (સ્થિત રહેવું) ઉપવેશન, (બેસવું) પાશ્વ–પરિવર્તન, (પડખાં– બદલવાં) પુતલી બનાવવી, પ્રતિમા બનાવવી, મલ-મૂત્ર ત્યાગ કરે; ઉપકરણ આદિનું ગ્રહણ કરવું, રાખવું, લેપ કર, પ્રહરણ કરવું, સજાવવું, ખરીદવું, વેચવું, ખેતી કરવી તથા વાસણ બનાવવાં, ઈત્યાદિ કાર્યોને માટે સાવદ્ય વ્યાપાર કરવામાં આવે છે.
તે સિવાય પરિવંદન માન અને પૂજન માટે પણ સાવદ્ય વ્યાપાર કરવામાં આવે છે. પરિવન્દન અર્થાત પ્રશંસા માટે જેમ આશ્ચર્યગૃહ-(અજાયબ ઘર) આદિ બનાવવામાં
ગાયે ” “ગાયવર’ રૂતિ માજાસિદ્ધ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧