Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મટાડવાની બુદ્ધિથી માંસ ખાય છે, મદિરા વગેરેનું પાન કરે છે, વનસ્પતિનાં મૂળ, છાલ, પાંદડાં રસ વગેરે કાઢે છે. શતપાક, સહસ્રપાક આદિ તેલે માટે અગ્નિ અને વનસ્પતિ આદિના આરંભ કરે છે. અહિં કરાવવું અને અનુમોદન આપવું, તથા ભૂત ભવિષ્ય કાલ આદિ ના ભેદથી કસમાર ભરૂપ અન્ય ક્રિયાઓ પણ સમજી લેવી જોઈ એ.
આ પ્રમાણે અપરિજ્ઞાતપાપકર્મા હોવાના કારણે, સંસારી જીવ કર્માંસમાર ભરૂપ ક્રિયાઓદ્વારા સ`સારમાં, સમસ્ત દિશાઓમાં ભ્રમણ કરતા અનેક ચેાનિએમાં દુઃખ નાજ અનુભવ કરે છે. આ પ્રમાણે સમજીને ભવ્ય જીવાએ પાપકજનક સાવદ્ય ક્રિયાઓના ત્યાગ કરવા જોઈએ. (સૂ૦ ૧૦)
કર્મ સમાર ભરૂપ ક્રિયાવિશેષાનું સ્મરણ કરાવવા માટે પૂર્વોક્ત અને ક્રી કહે છેઃ-~~ ચાતિ ' ઇત્યાદિ.
સૂત્ર એકાઠશ (ઉપસંહાર)
મૂલા—જિનશાસનમાં આટલા કમઁસમારંભ જાણવા ચેગ્ય છે (૧૧). ટીકા—જિનશાસનમાં કર્મબંધનાં કારણ આટલાંજ છે. કરવુ. કરાવવું અને અનુમેદન આપવું આ બેથી ત્રણ પ્રકારના કમ સમાર ભેાને ભૂતકાલ, વત્ત માન અને ભવિષ્ય કાલની સાથે ગુણાકાર કરવાથી નવ ભેદ થાય છે. આ નવ ભેદ મન, વચન, કાયાના ભેદથી સત્તાવીસ ભંગરૂપ થઈ જાય છે.એ પ્રમાણે સત્તાવીસ તરેહના ક સમાર લાને જાણવા જોઇએ, એનાથી એછા નથી અને અધિક પણ નથી. તેને જાણવા માટે યત્ન કરવા જોઈએ. જાણ્યા પછી તેનું વારંવાર સ્મરણ કરવું જોઈએ. આ વિષયમાં પ્રમાદ નહિ કરવા જોઇએ. (૧૧) કમ સમારભના જ્ઞાનનું ફળ ખતાવે છે.—‘ નસ્ત્રને’ ઇત્યાદિ.
સૂત્ર દ્વાદશ (ઉપસંહાર)
મૂલા——લેાકમાં જે કસમારંભને જાણી લે છે, તે મુનિ નિશ્ર્ચયથી પરિજ્ઞાતકર્યાં છે. એ પ્રમાણે હું કહું છું. (સ્૦ ૧૨)
ટીકા—લાકમાં જે ભવ્ય જીવને પૂર્વોક્ત કસમારભ અર્થાત્ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના ઉત્પાદક સાવદ્ય વ્યાપાર જાણવામાં આવી જાય છે. અર્થાત્ જે પૂર્વે કહેલા સતાવીસ ભગાવાળા હિંસાદિક્રિયાવિશેષને પેાતાના કર્માંધનું કારણ સમજી લે છે તે પિરસાતકમાં છે. જે જ્ઞ-પરિજ્ઞાથી કમબંધનું કારણ સમજીને પ્રત્યાખ્યાન—પરિ જ્ઞાથી સમ્પૂર્ણ સાવદ્ય ક્રિયાઓને ત્યાગ કરે છે. તે નિશ્ચયથી પરિજ્ઞાતકમાં સુનિ છે. ત્તિ ચેમિ’—વૃત્તિ=આ પ્રમાણે આત્માના સ્વરૂપનું નિરૂપણુ, કર્મબંધના કારણભૂત સમસ્ત સાવદ્ય વ્યાપારેશના સ્વરૂપનું પ્રદર્શન, અને સાવદ્ય ક્રિયાની નિવૃત્તિપૂર્વક મુનિનું
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬ ૮