Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દુઃખકારક વિષયોને ભેગવે છે, એ પ્રમાણે અનિષ્ટ વિષને સંગ હોવાના કારણે તે જીવ ફરી-ફરી દુઃખને જ અનુભવ કરે છે.
અથવા–વિશ્વય અર્થાત્ ભિન્ન-ભિન્ન સ્વરૂપવાળા નાના પ્રકારના દુઃખજનક, સ્પશેનું સંવેદન કરે છે. લક્ષણવૃત્તિથી, અથવા કાર્યકારણના અભેદની વિવાથી સ્પર્શજન્ય દુઃખ પણ સ્પર્શજ કહેવાય છે. અહિં સ્પર્શ ઉપલક્ષણ માત્ર છે, તેમાં ઇષ્ટવિયેગ આદિ માનસિક દુ:ખનું ગ્રહણ પણ સમજી લેવું જોઈએ.
અથવા પીને અર્થ છે સ્પર્શનેન્દ્રિયવિષયભૂત દુઃખ, જીવ તેને ભગવે છે. તાત્પર્ય એ છે કે –જીવ અપરિણાત-પાપકર્મા થઈને નરક-નિગેટ આદિ અનેકનિએમાં ઉત્પન્ન થઈને વિચિત્રકર્મોના ઉદયથી પોત–પિતાના કર્મોને અનેક પ્રકારના દુઃખરૂપ કુલને અનુભવ કરે છે. (સૂ) ૮)
સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને કહે છે-“ તા ” ઈત્યાદિ.
સૂત્ર નવમ (પરિજ્ઞા)
મૂલાર્થ–ભગવાને પરિક્ષાને ઉપદેશ આપે છે. (૯)
ટીકાથ...હે જબૂ! અપરિફાતપાપકમાં જીવ વિભાવ પરિણામ ધારણ કરતે થકે નાના પ્રકારની યોનિઓમાં વારંવાર દુઃખ પામે છે. અપરિજ્ઞાત–પાપકર્મો જીવના કત કારિત અને અનુમોદના આદિના ભેદથી સત્તાવીશ ભંગરૂપ સાવધ કિયાના અનુષ્ઠાનથી નરક-નિગદ આદિ નાના પ્રકારના નિઓમાં પુનઃ પુનઃદુખ અનુભવ કરવાના વિષયમાં ભગવાન મહાવીર સ્વામીએ પરિક્ષાની પ્રરૂપણા કરી છે દુઃખના કારણભૂત કર્મોના બંધને નાશ કરવા માટે જીવને પરિજ્ઞાનું શરણ અવશ્ય ગ્રહણ કરવું જોઈએ, એ પ્રમાણે ભગવાને કહ્યું છે. પરિજ્ઞાને અર્થ છે સમ્યજ્ઞાન. પરિજ્ઞા બે પ્રકારની છે(૧) જ્ઞ–પરિજ્ઞા અને (૨) પ્રત્યાખ્યાન-પરિજ્ઞા “સાવદ્ય વ્યાપારથી કર્મબંધ થાય છે.” આ પ્રકારે સમજવું તે શ–પરિજ્ઞા છે, અને કર્મબંધના કારણથી સાવદ્ય વ્યાપારને ત્યાગ કરી દે તે પ્રત્યાખ્યાન-પરિણા છે. અહિં આ પ્રમાણે સમજવું જોઈએ કે – ભૂતકાળમાં મેં મન, વચન, કાયાથી સાવદ્ય ક્રિયા કરી છે, કરાવી છે. અને તેને અનુમોદન આપ્યું છે તથા વર્તમાન કાલમાં સાવદ્ય ક્રિયા કરું છું, કરાવું છું, અને બીજા કરવાવાળાને અનુમોદન આપું છું. આ પ્રમાણે ભવિષ્યકાલમાં પણ સાવદ્ય ક્રિયા કરીશ. કરાવીશ અને બીજાને અનુમોદન આપીશ. આ પ્રમાણે અનેક તરેહના જુદા-જુદા
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬૬