Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આનુપૂવીનામકર્મ ચાર પ્રકારનાં છે-નરકગત્યાનુપૂર્વનામ, તિયગત્યાનુપૂવીનામ, મનુષ્યગત્યાનુપૂવીનામ, અને દેવગત્યાનુપૂવીનામ.
(૧૪) લબ્ધિ એવ શિક્ષા-ઋદ્ધિકારણક આકાશગમન ઉત્પન્ન કરવાવાળું કમ વિહાગતિનામકર્મ કહેવાય છે. સામાન્ય ગમનરૂપ ગતિ પણ વિહાગતિ કહેવાય છે ફક્ત આકાશગમનરૂપ ગતિ નહીં. તેના બે ભેદ છે-શુભ અને અશુભ. હંસ, હાથી, બળદ વગેરેની ગતિ સમાન શુભવિહાગતિ છે. અને ઉંટ, શિયાલ વગેરેની ગતિ અનુસાર અશુભવિહાગતિ છે. દેવના રૂપમાં ઉત્પન્ન લેવાની સાથેજ ઉત્પન થવાવાળી લબ્ધિ દેને પ્રાપ્ત થાય છે. શિક્ષાથી પ્રાપ્ત થવાવાળી ઋદ્ધિ શિક્ષાઋદ્ધિ કહેવાય છે. લબ્ધિ એવ શિક્ષાઋદ્ધિથી તપસ્વિએ આકાશગમન કરે છે. પ્રવચનનું અધ્યયન કરવાવાળાના વિદ્યા આદિના આવર્તનના પ્રભાવથી અથવા શિક્ષાઋદ્ધિથી જે આકાશગમન થાય છે તે વિહાગતિ છે.
(૭) ગોત્રકર્મ બે પ્રકારનું છે–ઉચ્ચગેત્ર અને નીચગોત્ર. ઉચ્ચગોત્રથી દેશ, જાતિ, કુલ, સ્થાન, માન, સત્કાર, અશ્વર્ય આદિને ઉત્કર્ષ ઉત્પન્ન થાય છે. નીચ ગોત્ર તેનાથી વિપરીત છે. તેનાથી અનાર્ય દેશ, ચાંડાલ આદિ જાતિ અને દાસપણું વગેરે ઉત્પન્ન થાય છે.
અંતરાયકર્મના પાંચ ભેદ છે–દાનાન્તરાય, લાલાન્તરાય, ભેગાન્તરાય, ઉપભેગાન્તરાય અને વીર્યાન્તરાય.
આ પ્રમાણે સર્વને લેગ કરતાં આઠ કર્મોની ઉત્તરપ્રકૃતિએ એકસે અડતાલીસ (૧૪૮) થાય છે.
કર્મક્ષયવિચાર
કર્મક્ષયને વિચાર– જ્ઞાન અને ક્રિયાથી કમીને ક્ષય થાય છે. પૂર્વોક્ત પછવકાચના વાસ્તવિક સ્વરૂપને વિસ્તારપૂર્વક અથવા સંક્ષિપ્ત બોધ તે જ્ઞાન કહેવાય છે. ગુપ્તિ, સમિતિની આરાધના કરતાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તપ અને સંયમનું આરાધન કરવું તે ક્રિયા છે. આઠ કર્મોને બાળી નાંખવા તે તપ છે. તપના અનશન આદિ બાર ભેદ છે. સાવદ્ય ક્રિયાઓને સમ્યફ પ્રકારે પરિત્યાગ કરીને નિરવદ્ય ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવી તે સંયમ છે. પૃથ્વીકાયસંયમ આદિના ભેદથી તે સત્તર (૧૭) પ્રકાર છે. આગળ કહેલા ષડૂજીવનિકાયના સ્વરૂપને સારી રીતે જાણીને સંયમપૂર્વક તપનું આચરણ કરવાથી નવીન કર્મોનું આવવું શેકાઈ જાય છે, અને પહેલાના સંચિત કર્મોને ક્ષય થાય છે. કર્મક્ષયનો ક્રમ એ છેઆત્મા આઠમાં ગુણસ્થાનથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે. આ ક્ષેપક આત્મા નવમાં, દસમાં ગુણસ્થાને પર આરુઢ થઈને બારમા ગુણસ્થાન પર જઈ પહોંચે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫૩