Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(નિરાકાર ઉપગ) અને વિશેષ બોધ (સાકાર ઉપગ) વિદ્યમાન ન હોય, એ કારણથી ભગવાને કહ્યું છે કે –“જીવો વળવળો” જીવ ઉપયોગ લક્ષણવાળો છે.
જેના દ્વારા વસ્તુ લખી શકાય-જાણી શકાય-તે લક્ષણ કહેવાય છે. ઉપયોગ જેનું લક્ષણ હોય, તેને “ઉપગલક્ષણ” કહે છે. તાત્પર્ય એ છે કે-જ્ઞાનલક્ષણ દ્વારા જીવ માલૂમ પડે છે.
પૃથિવીકાય આદિ તમામ સંસારી જીના જ્ઞાનને અનંતમે ભાગ હમેશાં પ્રકાશમાન અને આવરણરહિત બની રહે છે. સંપૂર્ણ કાકાશના પગલે કદાચ કર્મરૂપમાં પરિણત થઈ જાય તે પણ તે કઈ એક જીવના જ્ઞાનને પૂર્ણ રૂપથી આવૃત કરી (ઢાંકી) શકે નહિ. સૂર્ય ગમે તેટલી ઘનઘટા-(મેઘાડંબર)માં આચ્છાદિત થઈ જાય તે પણ સૂર્યને છેડે –ઝાઝે પ્રકાશ તે બની જ રહે છે, પ્રકાશ ક્યારેય પૂર્ણ પણે તિરહિત-આચ્છાદિત થતું નથી. એ પ્રમાણે પૃથિવીકાય આદિ એકેન્દ્રિય જીના “ઉપગ” અંશ પણ સદા સ્કુરાયમાન રહે છે. અગર લેકવ્યાપી પુદ્ગલ એકઠા થઈને કવણારૂપ પરિણત થઈને જ્ઞાનને પૂરી તરેહથી આચ્છાદિત કરી નાંખે (ઢાંકી દે) તે જીવ અજીવ બની જાય, પણ એમ બનવું અસંભવિત છે. એટલા કારણથી એ સિદ્ધ છે કે-પૃથિવીકાય આદિ એક ઈન્દ્રિયવાળા જીમાં પણ જ્ઞાનને કિંચિત્ અંશ સ્વભાવથી અનાવૃત-આવરણરહિત રહે છે. આગમમાં પણ કહ્યું છે –“સદગ્રીવાળ વિચળું વરસ બતમાન નિરૂઘારો जइ पुण सोवि आवरिजा तो णं जीवो अजीवत्तं पाविजा ” “ सुहुवि मेहसमुदए होइ पभा चंदसराणं"
“સર્વ જીવેને અક્ષરને અનંતમે ભાગ જ્ઞાન સદૈવ ઉઘાડું (નિરાવરણ) રહે છે. અગર તે પણ જે ઢંકાઈ જાય તે જીવ અજીવ થઈ જાય”
મેઘને ખુબ સમુદાય હોય તે પણ ચંદ્ર અને સૂર્યની પ્રભા બની રહે છે.”
ઉપગને જે સર્વ જઘન્ય અંશ તમામ સંસારી જીવોમાં સર્વદા અનાવૃત (ઉઘાડા) બની રહે છે. તે સર્વ જઘન્ય અંશ ઉત્પત્તિના પ્રથમ સમયમાં વર્તમાન, અપર્યાપ્ત સૂક્ષ્મ નિગદના જીમાં પણ હોય છે. તે પછી તે ઉપગનો અંશ એકેન્દ્રિય દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી ભિન્ન થઈને, સંભિન્ન સ્રોતસ્વ આદિ લબ્ધિઓના સમૂહથી, લબ્ધિ, નિમિત્ત, કરણ, શરીર, ઈન્દ્રિય, વચન અને મનને આશ્રય લઈને વધતું જાય છે, અહીં સુધી કે વિવિધ પ્રકારના ક્ષયોપશમની વિચિત્રતાવાળા જેને અવગ્રહ આદિ ભેદથી અને તેનાથી પણ અધિક વધીને સમસ્ત ઘાતી કર્મોને
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫ ૪