Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થવું, શરીરનુ સ્ત ંભિત થઈ જવુ, તથા તેમાં શિથિલતા ઉત્પન્ન થવી, જાંગ વગેરેનું કંપવું આદિ ક્રિયારૂપ આત્માની પરિણતિને મૈથુનસંજ્ઞા કહે છે. રક્ત (લેાહી) અને માંસની અધિકતાથી, સ્ત્રીકથા વગેરે સાંભળવાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિથી, અને મૈથુનના વિચાર કરવાથી મૈથુનસંજ્ઞા ઉત્પન્ન થાય છે. કુરખક ( એક જાતનું વૃક્ષ) આદિ વનસ્પતિમાં સુંદરી કામિનીના હાથના આલિંગન થતાં, ચરણાધાતથી તથા કટાક્ષપાત આદિથી ફુલ, પત્તાં આદિ ઉત્પન્ન થાય છે, આ કારણથી વનસ્પતિમાં મૈથુનસ જ્ઞાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
પરિગ્રહ સંજ્ઞા
(૪) પરિગ્રહ સંજ્ઞા—
લાભમેાહનીયના ઉદયથી ધર્મના ઉપકરણેા સિવાય ખીજા સચિત્ત, અચિત્ત અને મિશ્ર પદાર્થોનું ગ્રહણ કરવુ વગેરે મૂર્છારૂપ આત્માની પરિણતિ તે પરિગ્રહસ`જ્ઞા કહેવાય છે. સચિત્ત આદિ વસ્તુઓના પરિગ્રહ દેખાવાથી, પરિગ્રહના વિચાર કરવાથી અને પરિગ્રહના સંગ્રહ કરવાથી પરિગ્રહસ`જ્ઞા ઉત્પન્ન થાય છે. બિલ્વ ( ખીલી ) આદિ વનસ્પતિ પોતાનાં પાંદડાથી કુલ-ફલ વગેરેને ઢાંકી દે છે, તેથી વનસ્પતિમાં પરિગ્રહસના દેખાય છે.
ક્રોધ સંજ્ઞા
(૫) ક્રોધસ જ્ઞા—
ક્રોધમાહનીય કર્મના ઉદયથી, જીવને જાતિમઢ વગેરેથી ઉત્પન્ન, તથા કે વ્ય અકર્તવ્યના વિવેક નાશ કરવાવાળી સ્વ-પરની અપ્રીતિરૂપ તથા જલન પ આત્માની વિભાવપરિત તે ક્રોધસ'ના કહેવાય છે.
માન સંજ્ઞા
(૬) માનસ’જ્ઞા
માનમાહનીય કર્મના ઉદયથી અહંકારરૂપ આત્માની વિભાવપરિણતિ માનસ'જ્ઞા કહેવાય છે. દેવ, ગુરૂ, ધમ આદિ માટાના અનાદર વગેરે કરવાથી માનસ જ્ઞા માલુમ પડે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
७०