Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અથવા આત્મા સુકૃત અને દુષ્કૃત–પ કર્મોને અકર્તા નથી, કારણ કે તે પિતાના સુકૃત અને દુષ્કૃત રૂપ કર્મોના ફલસ્વરૂપ સુખ-દુઃખને અનુભવ કરે છે. આત્મા અકર્તા હતા તે તેને સુખ–દુઃખને અનુભવ નહિ થ જોઈએ. કર્તા ન હોવા છતાંય પણ ફલને લેતા હોવાથી ગડબડ થઈ જશે. ફરી તે મુકત જીને પણ સંસારનું સુખ અને દુઃખ જોગવવું પડશે કારણ કે તે પણ અકર્તા છે.
આત્મા અનુભવ કરવા વાળો હોવાથી ભોકતા સિદ્ધ થાય છે, અને ભકતા હેવાના કારણે કર્તા સિદ્ધ થાય છે. આત્મા કર્તા ન હોય તો અનુભવિતા (અનુભવ કરવા વાળો) ન હોય. “અનુભવ કરવા વાળાને કર્તા માનવાથી મુતાત્માને પણ કર્તાપણાને પ્રસંગ આવશે, એમ કહેવું તે ઉચિત નથી. કારણ કે મુકતાત્માઓને સાક્ષીરૂપ અનુભવથી હોવા છતાંય દ્રવ્ય, ભાવ કર્મોથી રહિત હેવાના કારણે તે સંસારના વિષય–સુખ વગેરેને ઉત્પન્ન કરનાર કર્મોને કર્તા નથી. એ કારણથી તે આત્મા અકર્તા છે, અને અકર્તા હોવાના કારણે તે સંસારના વિષયસુખના ભકતા પણ નથી. અહિં કર્તા શબ્દથી અદષ્ટ આદિના જનક કર્મોને કર્તા જ વિવક્ષિત છે. તેથી મુકત આત્મામાં અતિપ્રસંગ આવતું નથી. એ કારણથી એમ સિદ્ધ થયું કે જે સંસારના સુખ-દુઃખ વગેરેને ભોકતા છે, તે એના કારણભૂત કર્મોને કર્તા પણ હોય છે, જે કર્તા નથી તે ભકતા પણ નથી.
ભાતૃત્વ સિદ્ધિ
(૮) આત્માનું ભકતૃત્વઆત્મા મેહના ઉદયથી શુદ્ધ આત્મસ્વરૂપને ભૂલી જઈને પર-પદાર્થોમાં માહિત થઈને રાગ-દ્વેષ કરે છે, રાગ-દ્વેષને વશ થઈને રાત્રી અને દિવસ નવા-નવા વિષયોને સંગ્રહ કરવા માટે પ્રયત્નશીલ રહેતે થકે, અને તેને વિગ થતાં ચિન્તાથી વ્યાકુલચિત્ત થઈને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ને પ્રાપ્ત થાય છે, અને તે કારણથી પોતાના
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૦૪