Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ નિયમ નથી. કોઈ પણ મૂલપ્રકૃતિની કોઈ ઉત્તરપ્રકૃતિ તે મૂલપ્રકૃતિની કોઈ બીજી ઉત્તર પ્રકૃતિના રૂપમાં પણ પરિણત થઈ શકે છે, કારણકે કમ પુદ્ગલમાં એ પ્રમાણે પરિણમનની શક્તિ વિદ્યમાન છે. ત્યાં પ્રથમ વાળી ઉત્તરપ્રકૃતિમાં રહેલા અનુભાવ બદલી ગયેલી ઉત્તર પ્રકૃતિના સ્વભાવ અનુસાર તીવ્ર અથવા મદ ફૂલ આપે છે.
જેમ—મતિજ્ઞાનાવરણીય જ્યારે શ્રુતજ્ઞાનાવરણીય–સજાતીય ઉત્તર પ્રકૃતિના રૂપમાં પલટાય છે, ત્યારે મતિજ્ઞાનાવરણીયનો અનુભાવ પણ શ્રુતજ્ઞાનાવરણીયના સ્વભાવ પ્રમાણે શ્રુતજ્ઞાનનું આવરણ કરે છે.
ઉત્તરપ્રકૃતિઓમાં કેટલીક એવી પણ પ્રકૃતિઓ છે કે જે સજાતીય હાવા છતાંય પણ અન્યરૂપમાં પલટતી નથી. જેવી રીતે-દશ નમાહનીય કાઈ વખત ચારિત્રમેાહનીયના રૂપમાં ખદલાતી નથી, અને ચારિત્રમેાહનીય દર્શનમેહનીયના રૂપમાં બદલાતી નથી. એ પ્રમાણે નરકાસુ કેાઈ વખત પણ તિર્યંચ આયુના રૂપમાં પલટાતું નથી, અને તીય "ચાયુ ખીજા કેાઈ આયુના રૂપમાં પલટાતુ નથી.
આ તમામ પરિવર્ત્તન જેવી રીતે પ્રકૃતિબ ંધના વિષયમાં થાય છે, તે પ્રમાણે અધ્યવસાયની શક્તિથી સ્થિતિ અને રસમાં પણ થાય છે.કયારેક તીવ્રરસ, મદરસના રૂપમાં બદલાઈ જાય છે, અને કયારેક મદરસ, તીવ્રરસના રૂપમાં પરિવર્ત્તિત થઈ જાય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ જન્ય રૂપમાં અને જધન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ રૂપમાં બદલાઈ જાય છે.
અનુભાવપ્રમાણે કાઈ કમનુ તીવ્ર અથવા મદ ફલ ભોગવી લેવાય તા તે કમના પ્રદેશ આત્મપ્રદેશથી હટી જાય છે—પછી તે આત્માની સાથે લાગેલા રહેતા નથી.
તાત્પર્ય એ છે કે:- કર્મોનાં ફૂલ વિવિધ પ્રકારના હોય છે. કજ મૂલપ્રકૃતિ છે. તમામ મૂળપ્રકૃતિનું ફુલ તે રૂપમાં અથવા ખીજારૂપમાં, એમ બે પ્રકારથી હાય છે.
જે પ્રકારના અધ્યવસાયથી જે સ્વભાવવાળાં કર્મ ખાંધ્યાં છે તે એજ રૂપમાં અથવા ખીજા રૂપમાં કુલ આપે છે. તે લ તીવ્ર અથવા મદ્ય અવસ્થા-ભેદથી શુભ પણ હાય છે, અને અશુભ પણ હાય છે, કઈ વખત શુભ પણ અશુભ રસના રૂપમાં અને કોઈ વખત અશુભ તે શુભ રસના રૂપમાં ભાગવવામાં આવે છે.
(૪) પ્રદેશખ ધ~~
મન, વચન આદિ દ્વારા ક્રિયાવિશેષ કરવા વાળા કષાયયુક્ત જીવની સાથે ભિન્નભિન્ન સ્વભાવ વાળા કર્મ પુદ્ગલાના સ્વભાવ અનુસાર અમુક-અમુક પરિમાણુવિભાગની સાથે સમ્બન્ધ થવા તે પ્રદેશખ ધ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪૨