Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનુભાવબધ
(૩) અનુભાવબંધ– કર્મ પુદ્ગલેને શુભ અથવા અશુભ, અથવા–ઘાતી કે અદ્યાતીરૂપ જે રસ છે તે અનુભાવ કહેવાય છે ગૃહીત કર્મયુદ્દગલમાં એ રસનું ઉત્પન્ન થવું તે અનુભાવ, અથવા અનુભાગ બંધ છે. કર્મોને વિશિષ્ટ અથવા વિવિધ પ્રકારને પાક તે વિપાક કહેવાય છે. તાત્પર્ય એ છે કે--
કનું ફલ તે વિપાક છે, અને તેને ઉદય તે અનુભાવ કહેવાય છે. અથવા કર્મોની તરેહ-તરેહની ફળ દેવાની શક્તિ તેને વિપાક કહે છે અને તેજ અનુભાવ છે અને તે તે ફળને અનુભવ પણ અનુભવ છે. એક
બંધનાં કારણ કષાયરૂપ પરિણામની તીવ્રતા અને મન્દતાના પ્રમાણે પ્રત્યેક કર્મોમાં તીવ્ર અથવા મંદ ફલ દેવાની શક્તિ ઉત્પન્ન થઈ જાય છે, તે ફળને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તે અનુભાવ છે.
* “ગજુમા, મજુમાવે, વિવા, સે-ત્તિ મા” અનુમાનોડનુમાવો, વિપાકો રસ, રૂલ્યા / અનુભાગ, અનુભાવ, વિપાક અને રસ એ બધા એકાર્થક છે.
કર્મના ફલદાનશક્તિરૂપ અનુભાવ જે કમમાં રહે છે, તે કર્મ પિતાના સ્વભાવ પ્રમાણેજ ફલ આપે છે, બીજા કામના સ્વભાવ પ્રમાણે નહિ. જેવી રીતે કેજ્ઞાનાવરણીય કર્મના અનુભાવ જ્ઞાનાવરણીયના સ્વભાવના પ્રમાણેજ હેય છે, અર્થાતે તીવ્ર અથવા મંદરૂપમાં જ્ઞાનનું જ અચ્છાદન કરે છે, તેનાથી દર્શનાવરણીય અથવા વેદનીય કર્મની પ્રકૃતિ અનુસાર દર્શનનું આવરણ અથવા સુખ–દુઃખનું વદન થતું નથી. એ પ્રમાણે દર્શનાવરણય કર્મને અનુભાવ તીવ્ર અથવા મદરૂપમાં દર્શનનું આવરણ કરવું તેજ છે, પરંતુ જ્ઞાનનું આવરણ કરવું અથવા અન્ય કર્મ પ્રકૃતિ અનુસાર ફળ આપવું તે નથી.
અનુભાવ બંધને પિતાની કર્મપ્રકૃતિના અનુસાર ફળ આપવાને આ નિયમ જ્ઞાનાવરણીય આદિ આઠ મૂલપ્રકૃતિઓમાંજ લાગુ થાય છે, પરંતુ ઉત્તર પ્રકૃતિએ માટે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪૧