Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મનુષ્યભેદ
મનુષ્ય બે પ્રકારના છે–(૧) કર્મભૂમિજ, (૨) અકર્મભૂમિજ, જ્યાં ઉત્પન્ન થઈને જીવ સિદ્ધ બુદ્ધ હોય છે, નિર્વાણ પ્રાપ્ત કરે છે, અને સર્વ દુઃખનો અંત કરે છે તેને કર્મભૂમિ કહે છે. સંસારને અંત કરવાવાળા, રત્નત્રયરૂપ મેક્ષમાર્ગના જ્ઞાતા કર્તા, અને ઉપદેશક તીર્થકર ભગવાન કર્મભૂમિમાં જ ઉત્પન્ન થાય છે. તે સ્વયં સંસાર સમુદ્રને તરે છે અને બીજા ભવ્ય જીવોને પણ તારે છે. અહી દ્વીપમાં પંદર કર્મભૂમિ છે–પાંચ ભરતક્ષેત્રમાં, પાંચ ઐરવત ક્ષેત્રમાં, અને પાંચ મહાવિદેહોમાં પાંચ દેવકુરૂ, અને ઉત્તરકુરે ક્ષેત્ર પણ અન્તર્ગત છે. તેને છોડીને પાંચ મહાવિદેહ કર્મભૂમિ છે. આ પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થવા વાળા મનુષ્ય જ જ્ઞાનાવરણીય આદિ તમામ કર્મરૂપી ચેરેથી સંસારરૂપી મહાઅરણ્યમાંથી છુટીને મેક્ષધામ જાય છે. આ પંદર ક્ષેત્રોથી ભિન્ન ક્ષેત્રોમાં જન્મ લેવાવાળા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવા સમર્થ થતા નથી.
અહે ભવ્ય પિતાના કલ્યાણ માટે શીઘ્ર-જલદી પ્રયત્ન કરે! અનાદિ કાળથી ષડૂજીવનિકાયની ભવસ્થિતિ અને કાયસ્થિતિમાં અનન્ત જન્મ, જરા, મરણ આદિનું દુઃખ ભેગવીને પૂર્વપુણ્યના ઉદયથી કર્મભૂમિમાં દુર્લભ મનુષ્ય ભવ મળે છે. દેશવિરતિ અને સર્વવિરતિરૂપ અમૃતથી પરિપૂર્ણ મનુષ્પાયુરૂપ આ કટોરાને છીનવી લેવા માટે મૃત્યુ સામેજ ઉભેલ છે. એ કારણથી તમે વિરતિરૂપી અમૃતના સ્વાદના સુખથી વંચિત રહેશે નહિ.
અકર્મભૂમિ
અકર્મભૂમિનું કથનપાંચ હેમવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યક વર્ષ, પાંચ એરણ્યવત, પાંચ દેવગુરૂ, અને પાંચ ઉત્તરકુરૂ, આ ત્રીસ, અને છપ્પન અન્તરદ્વીપ, આ સર્વ અકર્મભૂમિ છે. અંતર દ્વીપ પણ જુગળીયા ક્ષેત્ર હોવાના કારણે અકર્મભૂમિ જ છે, તેમાં કઈ પણ સ્થળે તીર્થકરને જન્મ આદિ થતો નથી.
જમ્બુદ્વીપમાં ભરત ક્ષેત્રની મર્યાદા કરવાવાળા હિમવત પર્વતના પૂર્વભાગ અને પશ્ચિમ ભાગથી વક્ર આકારની બે-બે દાઢે નીકળી છે. એ પ્રકારે ઐરાવત ક્ષેત્રની મર્યાદા કરવાવાળા શિખરી પર્વતના પૂર્વ અને પશ્ચિમ ભાગથી બે-બે વક્રાકાર દાઢે નિકળી છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧ ૭