Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેવી રીતે દીપક ઉષ્માગુણના કારણે બત્તી દ્વારા તેલને ગ્રહણ કરીને વાળાના જપમાં પરિણુત કરે છે તે પ્રમાણે રાગ-દ્વેષ, ઉષ્માગુણના સમ્બન્યથી મન વચન આદિ ચોગોની બત્તી દ્વારા આત્મારૂપી દીપક કમાગ્ય-પુદ્ગલકંધ તેલને ગ્રહણ કરીને કમરૂપ જ્વાલામાં પરિણત કરી લે છે. મન, વચન અને કાયારૂપ કરણ દ્વારા આત્માનું વીર્યરૂપ પરિણમન થાય છે; એ કારણથી મન, વચન આદિને વ્યાપાર યુગ કહેવાય છે. જેવી રીતે અગ્નિના સંગથી માટીના ઘડાની જ લાલી (રાતાશપણું) રૂપ પરિણતિ થાય છે, અને તે ઘડાની જ કહેવાય છે. તે પ્રમાણે મન, વચન આદિના સાગથી શુભા-શુભકિયારૂપ વીર્યની પરિણતિ આત્માની જ થાય છે. પુદ્ગલરૂપ મન, વચન આદિની નહિ.
જેવી રીતે તેલથી લિપ્ત શરીર પર, અથવા ભિજાએલા વસ્ત્ર પર ધૂળ લાગી જાય છે. તે પ્રમાણે રાગ-દ્વેષરૂપી તેલથી યુક્ત આત્માના કાર્મણશરીરરૂપ પરિણામ નવીન કર્મો ગ્રહણ કરવામાં ગ્ય થઈ જાય છે. આત્મા અને શરીરના એકમેક થવાથી સમ્યજ્ઞાનના અભાવરૂપ અનાભોગ વીર્યથી કર્મબંધ થાય છે.
એ પ્રમાણે જ્ઞાનાવરણ આદિ કર્મરૂપમાં પરિણત કામણવર્ગણાના ચેચ પુદ્ગલોનું કષાયયુક્ત આત્માના સમસ્ત પ્રદેશમાં એકમેક થઈ જવું તે બંધ છે.
બન્ધકારણનિરૂપણ
(૮) બંધનું કારણું-- બંધના સાધારણ કારણે પાંચ છે–(૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ.
અતત્વને તત્ત્વ સમજવા રૂપ મેહનીયકર્મ જન્ય, વિપરીતજ્ઞાનરૂપ આત્મપરિણામને મિથ્યાત્વ કહે છે. અથવા કુદેવ શરૂ, અને કામમાં રૂચિરૂપ અતત્વની
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૩૪