Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સુખ સંજ્ઞા
(૧૧) સુખસંજ્ઞાસંસારી જીને સાતવેદનીયના ઉદયથી સર્વ ઈન્દ્રિયામાં અનુકૂલતાનું ભાન કરાવનારી આત્માની એક વિશિષ્ટ પરિણતિને સુખસંજ્ઞા કહે છે.
દુ:ખ સંજ્ઞા
(૧૨) દુ:ખસંજ્ઞાસંસારી જીવને અસાતવેદનીયના ઉદયથી સર્વ ઇન્દ્રિમાં પ્રતિકૂળતાનું ભાન કરાવવા વાળી, વિવિધ પ્રકારના સંતાના અનુભવરૂપ જીવની પરિણતિ તે દુખસંજ્ઞા કહેવાય છે.
મોહ સંજ્ઞા
(૧૩) મેહસંજ્ઞા – મોહનીય કર્મના ઉદયથી મિથ્યાદર્શન પ, તથા જ્ઞાનાદિ ગુણેને નિધિ કરવાવાળી, સમસ્ત પાપસ્થાનના કારણરૂપ આત્માની વિભાવપરિણતિ તે મેહસંજ્ઞા છે. કુદેવ, કુગુરુ અને કુધર્મ આદિમાં પ્રવૃત્તિ હેવાના કારણે મેહસંજ્ઞાનું જ્ઞાન થાય છે.
વિચિકિત્સા સંજ્ઞા
(૧૪) વિચિકિત્સા સંજ્ઞા મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી સંશયરૂપ આત્માનું પરિણમન તે વિચિકિત્સા સંજ્ઞા કહેવાય છે. જેમકે દાન ધર્મ આદિના ફલમાં સંદેહ થવે. આ સંજ્ઞા બે પ્રકારની હોય છે-(૧) દેશથી, (૨) સર્વથી, “બાવીશ પરિષહનું સહન કરવું તે, બ્રહ્મચર્ય પાલન કરવું તે, કેશનું લેાચન કરવું વગેરે કલેશ સહન કરવાનું ફલ મળશે કે નહિ? ” આ પ્રકારને સંશય તે દેશથકી વિચિકિત્સાસંજ્ઞા છે. “વાસ્તવમાં પરલેક છે કે નહિ, સર્વજ્ઞદ્વારા પ્રરૂપિત જીવ આદિ તત્વે યથાર્થ છે કે નહિ” આ પ્રકારને સંશય તે સર્વથકી વિચિકિત્સાસંજ્ઞા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૭ ૨