Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આત્મા શરીરમાં કઈ વખત રહે છે, કઈ વખત નથી રહેતું તેથી તેને અભાવ ત્યાં ચોક્કસ રૂપથી નથી. તેથી માનવું જોઈએ કે –આત્મા દેહથી ભિન્ન છે. અનુમાનને પ્રાગ આ પ્રમાણે કરવું જોઈએ
આત્મા શરીરથી ભિન્ન છે, કેમકે દેહ હોવા છતાંય આત્મા ત્યાં નિયમથી રહેતું નથી, ઉપાશ્રયમાં રહેલા સાધુ શ્રાવક પ્રમાણે.
શંકા–શરીરમાં જીવનું ગમન–જવું, અને આગમન-આવવું તે નજરે જોવામાં આવતું નથી, તેથી તે દેહમાં સદેવ વિદ્યમાન રહે છે. એવી અવસ્થામાં આપને એ અભાવ સિદ્ધ કરવાને હેતુ અસિદ્ધ છે. એમ કહેવું તે બરાબર નથી, કેમકે મૃત શરીરમાં આત્મા માલૂમ પડતું નથી.
અથવા-આત્મા દેહ અને ઇન્દ્રિયેથી ભિન્ન છે, કારણ કે તેને નાશ થયા પછી પણ તેના દ્વારા જાણવામાં આવેલા પદાર્થનું સ્મરણ થાય છે. જેમ જાતિસ્મરણ જ્ઞાનથી મૃગાપુત્રને પૂર્વભવનું સ્મરણ થયું હતું. કઈ કઈ સંયમીને પોતાના પૂર્વ ભવનું સ્મરણ થાય છે. રોગ આદિ કઈ કારણથી જેની દૃષ્ટિ (નેત્રથી જોવાની શક્તિ) નાશ પામી ગઈ છે તે પુરૂષ પ્રથમ અનુભવેલા લાલ, પીળા આદિ રંગનું મરણ કરે છે. અને જેના કાન નષ્ટ થઈ ગયા હેય-( સાંભળવાની શકિત નાશ પામી હોય) તે શબ્દનું સ્મરણ કરે છે. કેઈ ઘરની ખડકીઓ દ્વારા પ્રથમ જોયેલા પદાર્થોનું અથવા તો સાંભળેલા શબ્દનું દેવદત્તને અન્યત્ર-બીજા સ્થળે સ્મરણ થાય છે. એ કારણથી દેવદત્ત ખડકીઓથી ભિન્ન છે. તે પ્રમાણે આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન છે.
નિત્યત્વ નિરૂપણ
(ર) આત્માની નિત્યતા– આત્મા નિત્ય હોવાના કારણે અમૂર્ત જણાય છે અને અમૂર્ત હેવાના કારણે, દેહથી ભિન્ન છે. તે આ પ્રમાણે-આત્મા ઉત્પત્તિરહિત અને અવિનાશી છે, તથા સવ કાલમાં સ્થાયી છે, અને ક્ષણની અપેક્ષા પણ નિરન્વય (સમૂળ) નાશવાન નથી,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૯ ૭