Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દક્ષિણ અને ઉત્તર. આ ચાર દિશાઓ છે. અગ્નિ, ઈશાન, નિત્ય, અને વાયવ્ય, આ ચાર વિદિશાઓ છે, આ આઠની વચ્ચમાં આઠ અવાન્તર દિશાઓ છે. આ સર્વ મળીને સોળ દિશાઓ થાય છે. તેમ ઉર્ધ્વદિશા અને અદિશા શામિલ કરવાથી અઢાર દ્રવ્ય દિશામાં થાય છે, દ્રવ્ય દિશાને પ્રજ્ઞાપકદિશા પણ કહે છે. તથા-સંમૂર્હિમ મનુષ્ય, ગર્ભ જ કર્મભૂમિ જ મનુષ્ય, ગર્ભ જ-અકર્મભૂમિ જ મનુષ્ય, છપન અન્તરદ્વીપના મનુષ્ય, આ ચાર પ્રકારના મનુષ્ય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, અતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી ચાર પ્રકારના તિર્યંચ, પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય અને વાયુકાયના ભેદથી ચાર પ્રકારના. સ્થાવર, અને અઝબીજ, મૂલબીજ, પર્વબીજ તથા સકંધબીજના ભેદથી ચાર પ્રકારની વનસ્પતિ, આ સર્વે મળીને સેળ થાય છે, તથા નરકગતિ અને દેવગતિ મળીને અઢાર પ્રકારની ભાવ-દિશાઓ છે.
પ્રશ્ન—દિશાઓ અને વિદિશાઓની પ્રવૃત્તિ ક્યા સ્થાનથી હાય છે?
ઉત્તર-તિર્યગલકના મધ્ય ભાગમાં રત્નપ્રભા ભૂમિ છે, તેના ઉપર મધ્ય ભાગમાં મેરૂ પર્વતની અંદર નાના બે પ્રતર છે, તેના ઉપર ગાયના સ્તનના આકાર વાળા ચાર-ચાર પ્રદેશ છે. એવે આઠપ્રદેશી ચાર ખુણાવાળો રૂચક નામને ભાગ છે, તેનાથી દિશા અને વિદિશાઓની પ્રવૃત્તિ થાય છે. કહ્યું પણ છે -
“તિ લોકના મધ્યમાં આઠ પ્રદેશવાળો રૂચક ભાગ છે, ત્યાંથી સર્વ દિશાઓ અને અનુદિશાઓની પ્રવૃત્તિ થાય છે.” | ૧ |
સૂત્ર તૃતીય (સંજ્ઞા)
કેટલાક જીને દ્રવ્ય દિશાસંબંધી જ્ઞાન નથી થતું. એ અપેક્ષાથી ભગવાને કહ્યું છે કે –“મેડિં ો સUTI મારુ” ભાવદિશા વિષયનું જ્ઞાન કેટલાક જીને નથી. એ વાત “વિમેનેજિં નો ગર્ચ મવ” ઈત્યાદિ આગલા સૂત્રમાં કહીશું. ને સૂ૦ ૨ ..
કેટલાક સંરી ને ભાવદિશાવિષયનું જ્ઞાન નથી તે કહે છે—“વમેનેર્ણિ ઈત્યાદિ.
મૂલાર્થકઈ કઈ છને એ જ્ઞાન નથી કે મારે આત્મા ઉત્પત્તિશીલ છે, મારે આત્મા ઉત્પત્તિશીલ નથી, હું પ્રથમ કોણ હતું અને અહિંથી મૃત્યુબાદ પરભવમાં હું કેણ થઈશ? (હું કયાં જઈશ?) (સૂ. ૩)
શ્રી આચારાંગ સૂત્ર : ૧