Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપપાતજન્મ સૂત્ર ચતુર્થ (સંજ્ઞા)
(૩) ઉપપાતજન્મઉપપાત ક્ષેત્રમાં પ્રાપ્તિ માત્ર જેમાં નિમિત્ત છે. એવા ઉત્પત્તિસ્થાનમાં સ્થિત વેકિય પુદ્ગલેને પહેલાં–પહેલાં પોતાના શરીરરૂપમાં પરિણત કરવું તે ઉપપતજન્મ કહેવાય છે. દેવ અને નારકીજીને આ જન્મ હોય છે.
દેવની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે–પ્રચ્છદપટ–ઉત્તરીય વસ્ત્રના ઉપર અને દેવદૂષ્ય વસ્ત્રની નીચે, એટલે કે બંનેની વચ્ચમાં વર્તમાન પુદ્ગલેને વૈકિયશરીરના રાપમાં ગ્રહણ કરતા થકા દેવ ઉત્પન્ન થાય છે. નારકીઓની ઉત્પત્તિ આ પ્રમાણે છે કે–નરકવતી અત્યત સાંકડા મુખવાળી કુંભિઓમાં સ્થિત વૈકિય શરીરનાં પુદ્ગલેને વિકિય શરીરના રૂપમાં ગ્રહણ કરતા થકા નારકી જીવ ઉત્પન્ન થાય છે. - તથા હું કોણ હતા ? ચાર ગતિઓમાંથી પૂર્વભવમાં હું નારકી હત, તિર્યંચ હતે, મનુષ્ય હતે અથવા દેવ હતે ?” આ પ્રમાણે આગલા જન્મની સ્મૃતિ અને “આ ભવથી નીકળીને આગલા હવેના જન્મમાં ચાર ગતિમાંથી હું કઈ ગતિમાં જઈશ. અથવા હું કઈ ગતિ પામીશ ?” આ પ્રમાણે આગામી–હવે પછી થવાવાળા જન્મ સંબંધી નિશ્ચયાત્મક જ્ઞાન થતું નથી; કેટલાક સંજ્ઞીઓને (સંજ્ઞીજીને) પણ ભાવદિશા-વિષયનું જ્ઞાન થતું નથી. અસંજ્ઞી જીવને દિશાઓ સંબંધીનું જ્ઞાન થતું જ નથી. તેવા
સંસારી જીને પિતાની ગતિ અને આગતિ વિષેનું જ્ઞાન નથી થતું, તે બતાવી ગયા છીએ હવે તે કહેવામાં આવે છે કે તે જ્ઞાન કેવી રીતે થઈ શકે છે?— સે નં ” ઈત્યાદિ.
મૂલાથ–સહસંમતિથી, (બીજાના ઉપદેશ વિના પણ સહજ જ્ઞાનથી), બીજાની વાગરણાથી ( સ્પષ્ટીકરણથી), બીજાની પાસેથી સાંભળીને જાણે કે હું પૂર્વ દિશાથી આવ્યો છું, યાવત્ બીજી દિશાઓથી અથવા વિદિશાએથી હું આવ્યું છું, આ પ્રમાણે કેટલાક જીવને જ્ઞાન થાય છે કે મારે આત્મા ઔપપાતિક (જન્મ લેવાવાળા) છેજે આ દિશાથી અથવા અનુદિશાથી સંચાર કરે છે. સર્વ દિશાઓથી, સર્વ અનુદિશાઓથી, આવેલ જે આત્મા ભ્રમણ કરે છે તે હું છું (સૂ. ૪)
ટીકાથ–માગધી ભાષામાં “સે અવ્યય “અથ,” શબ્દના અર્થમાં છે. અહિં “અથ' શબ્દથી એ પ્રગટ કર્યું છે કે-પ્રથમના સૂત્રોમાં “ ના મવર ઈત્યાદિ કહીને દ્રવ્ય દિશાના જ્ઞાનને નિષધ કરીને અને “નો ના મવ-ઈત્યાદિ કહીને ભાવદિશાસંબંધી જ્ઞાનને નિષેધ કરીને હવે તે જ્ઞાનની ઉત્પત્તિને પ્રકાર પ્રદર્શિત કરે છે–
શ્રી આચારાંગ સૂત્ર : ૧
८४