Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આપ્યું છે. તથા જે એક પદ નથી. પરંતુ સમાસયુક્ત પદ તે વ્યુત્પત્તિવાળું હોવા છતાંય સાર્થક થતું નથી. જેમ ખરવિષાણ આદિ પદ, તેમાં અનેકાન્તિકતા હઠાવવા માટે એક પદને પ્રયોગ કરેલો છે.
શંકા–“જીવ' પદને અર્થ દેહ શા માટે માનવામાં નથી આવતો? આત્મા અર્થ કેમ સમજાય છે ? દેહના અર્થમાં જીવ શબ્દનો પ્રયોગ જોવામાં પણ આવે છે. જેમ–“આ જીવ છે, તેથી હણવા ગ્ય નથી' એટલા માટે જીવ શબ્દને અર્થ શરીર જ લેવો જોઈએ.
સમાધાન–દેહ અને જીવના પર્યાયવાચી શબ્દ જૂદા જૂદા છે તેથી એ બંનેને બે જૂદે-જૂદે માનવે જોઈએ. જેમ ઘટના પર્યાયવાચી કુભ, કલશ આદિ શબ્દ અલગ છે, અને આકાશના પર્યાયવાચી શબ્દનભ, મ, ગગન આદિ શબ્દ અલગ છે. એ કારણથી ઘટને અર્થ અને આકાશને અર્થ અલગ છે. એ પ્રમાણે જીવનાં પર્યાયવાચક–પ્રાણી, ભૂત, જીવ સત્વ આદિ શબ્દ અલગ છે. અને દેહના પર્યાયવાચક–શરીર, વરૂ, કાય, ગાત્ર આદિ ભિન્ન છે. તે માટે એ બંનેને અર્થ પણું અલગ થવો જોઈએ. “આ જીવ છે તેથી હનન કરવા યોગ્ય નથી” આ વાકય દ્વારા દેહમાં રહેલા પ્રાણીની જ હિંસાને નિષેધ કરવામાં આવ્યું છે.
આગમથી આત્માની સિાધ–
આત પુરુષ દ્વારા પ્રણીત સંપૂર્ણ આગમ આત્માનું બેધક છે. આત્મતત્વના સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર માટે જ આગમની પ્રવૃત્તિ હોય છે. તે પણ આગમના કેટલાક વાક્ય પ્રમાણરૂપમાં પ્રદર્શિત કરે છે–
સૌથી પ્રથમ રે માયાવતી’ આ પ્રસ્તુત-ચાલુ વાકયને જ લઈએ રે ૪ પુણ કાળજ્ઞાથી લઈને “સોડ સુધી પહેલા વ્યાખ્યાન કરી દીધું છે (આચા. ૧–અ. ૧-ઉ) તથા “અસ્થિ માથા” “અથિ નીવા” “જે માયા” (સ્થા.૧ સ્થા.૧ ઉ.) “વિદ્દ भंते ! व्वा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, तंजहा-जीवदव्वा य अजीवदवा य' (અનુ. સૂ. ૧૪૧) ઈત્યાદિ અનેક આગમ-વાકય સમજી લેવાં જોઇએ. બીજા સાંખ્ય શાસ્ત્ર વગેરે પણ પ્રાયઃ શરીરથી ભિન્ન આત્માના અસ્તિત્વને સ્વીકાર કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૯ ૩