Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૫) અથવા દેહ આદિના ભેસ્તા કાઈ અવશ્ય છે, કેમકે તે ભાગ્ય છે, જે ભાગ્ય હોય છે, તેના લેાકતા પણ હોય છે. જેમકે અન્ન, વસ્ત્ર આદિના. અન્ન-વસ્ત્ર આદિના ભાકતા મનુષ્ય છે. જેના ભાકતા નથી તે ભાગ્ય પણ નથી, જેમ ગધેડાના શીગ. શરીર આદિ ભાગ્ય છે, તેથી તેના ભાકતા અવશ્ય છે.
(૬) અથવા દેહ આદિના કંઇ સ્વામી છે, કેમકે-તે સંઘાતરૂપ છે, મૂર્તિમાન છે, ઈન્દ્રિયાના વિષય છે. અને ચાક્ષુષ છે, ઘર આદિ પ્રમાણે. ઘર આદિના સ્વામી દેવદત્ત આદિ છે. જેને કાઈ સ્વામી નથી તે સ ંઘાતરૂપ પણ નથી, અને તે મૂર્તિમાન પણ હાય નહિ, ઇન્દ્રિયાના વિષય પણ હોય દ્ઘિ અને ચાક્ષુષ ( નેત્રથી જોઈ શકાય તેવા) પણ હોય નિહ, જેમકે આકાશપુષ્પ, દેહ આદિ સંઘાતરૂપ છે, તેથી તેને સ્વામી અવશ્ય છે, દેહ આદિના સ્વામી છે, તે આત્મા છે.
પૂર્વીકત—આદિમાન હોવા છતાંય નિયત આકારવાળા હોવાથી' ઇત્યાદિ હેતુઓથી શરીર આદિના કર્તા આદિ જ સિદ્ધ હોય છે. પ્રસ્તુત આત્મા સિદ્ધ થતે નથી. એમ નહિ કહેવું જોઈ એ, કેમકે આત્માથી ભિન્ન ઈશ્વર આદિનું કર્તાપણું યુકિત સંગત થતું નથી, તેથી દેહ આદિના કર્તા, અધિષ્ઠાતા, આદાતા, ભાકતા અને સ્વામી આત્મા જ છે. એમ નિશ્ચય થઈ જાય છે.
શંકા-ઘટ આદિના કર્તા કુંભાર વગેરે મૂર્તિક, સ ંઘાતરૂપ અને અનિત્ય આદિ સ્વભાવવાળા જોવામાં આવે છે, તેથી જીવ પણ એવા જ સિદ્ધ થાય છે પર`તુ તમને તેનાથી વિપરીત ધર્મોવાળા આત્મા સિદ્ધ કરવા છે, એવી સ્થિતિમાં સાધ્યથી વિરૂદ્ધ સિદ્ધ કરવાના કારણે પૂર્વાકત હેતુઓમાં વિરૂદ્ધતા દોષ આવે છે.
સમાધાન-એ પ્રમાણે ન કહા, અમે સ’સારી આત્મા સિદ્ધ કરવા માટે તૈયાર થયા છીએ, એટલા માટે કાઇ દોષ આવતા નથી, સંસારી આત્મા આઠ કર્મોના સમૂહથી યુક્ત હોવાના કારણે તથા સશરીર હાવાના કારણે મૂત્તત્વ આદિ ધર્મોથી યુક્તજ છે. (૭) અથવા ‘જીવ’ પદના વાચ્ય અવશ્ય છે, કારણ કે આ પદ વ્યુત્પત્તિવાળુ હોવા છતાંય સમાસરહિત છે, એક પદ છે, ઘટ આદિ પદોના સમાન. ‘ઘટ' એ વ્યુત્પત્તિવાળું અસમાસ પદ્મ એક પદ લેાકમાં જોવામાં આવે છે, તે કારણથી તેનું વાસ્થ્ય પણ અવશ્ય છે. ‘જીવ' ૧૬, પણ એવું જ છે, તેથી તે પણ સાક છે. જે પદ સાČક નથી થતુ તે વ્યુત્પત્તિવાળા અસમાસ પદ્મ એક પદ પણ થતું નથી. જેમકે ખવિષાણુ (ગધેડાના શીંગ) પદ, અથવા ‘ડિલ્થ’ પદ. જીવ-પદ એવુ નથી. તેથી તે સાક છે.
(
જે વ્યુત્પત્તિવાળું થતું નથી તે એક પદ હેાવા છતાંય પશુ સાČક નથી થતુ, જેમ હિત્થ” આદિ પદ.
આ હેતુમાં અનૈકાન્તિકતા નિવારણુ કરવા માટે, વ્યુત્પત્તિવાળું ' વિશેષણુ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
(
૯૨