Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઘટ કયારેય પ્રત્યક્ષ નથી થતા. અન્યનું જ્ઞાન થવાથી અન્યને બેષ થતુ નથી, જેમકે ઘટના જ્ઞાનથી પટ માલૂમ થતા નથી (પરનું જ્ઞાન થતું નથી;). ગુણુ, દ્રવ્યથી ભિન્ન કદાપિ રહી શકતા નથી. · આ ગુણ છે અને આ ગુણી છે? એ પ્રકારના ભેદ નામમાત્રના છે વાસ્તવિક રીતે ગુણ–ગુણીમાં ભેદ નથી. અગર અગ્નિ ગુણી પેાતાના ઉષ્ણતાગુણથી અત્યન્ત ભિન્ન થઈ જાય તેા તે દાઢુકાય (ખાળવાનું કાય) કરવામાં અસમર્થ થઈ જાય છે.
ખીજી વાત એ છે કે-આત્મા જે પેાતાના જ્ઞાનગુણુથી ભિન્ન હાય તા આત્મામાં જડતા આવી જાય. એટલા માટે દ્રવ્ય અને ગુણના ભેદ કેઇ પણુ વખતે હતા નહિ, છે નહિ અને થશે પણ નહિ.
દુર્જનસંતાષ ન્યાયથી તમારા મત પ્રમાણે કદાચિત્ એમ માની લઈએ કે આત્મા ગુણાથી ભિન્ન છે, અને તે કારણે આત્મા પ્રત્યક્ષ ભલે ન થાય તેા પણુ આત્માના અસ્તિત્વમાં કાઈ પ્રકારની હરકત આવતી નથી. જેના જ્ઞાનાદિ ગુણુ હૈયાત છે, તે ગુણીરૂપ આત્માના અપલાપ–(છતી વસ્તુને નથી એમ કહેવુ તે) કેમ કરવામાં આવે ?.
શકા—દેહમાં જ જ્ઞાનાદિ ગુણ દેખાય છે, તે કારણથી એ ગુણાના આધાર ગુણી દેહ જ છે, જેમ રૂપાદિ ગુણેના આધાર ઘટ છે. આત્મા જ્ઞાનાદિ ગુણાના આશ્રયભૂત ગુણી નથી. અનુમાન આ પ્રમાણે છે—જ્ઞાન આદિ દેહના ગુણ છે, કેમકે તે દેહમાં જ ઉપલબ્ધ જણાય છે, જેમકે ગેરાપણું, દુખલાપણુ અને સ્થૂળતા-જાડાપણું વગેરે
સમાધાન—એ પ્રમાણે કહેવું તે યાગ્ય નથી; જ્ઞાન આદિ ગુણ તે દેહના ગુણુ નથી, કેમકે તે અમૂત્ત છે, અને અચાક્ષુષ છે. ( જે નેત્રથી દેખાતા નથી ). જે અમૂર્ત અને અચાક્ષુષ હાય છે તે દેહના ગુણુ થઈ શકતા નથી, જેમ આકાશ. ગુણ, દ્રવ્ય વિના રહી શકતા નથી, તે કારણથી જ્ઞાન આદિ ગુણાના આધારભૂત કાઈ દ્રવ્ય હાવું જોઇએ. એટલા માટે જ્ઞાનાદિ ગુણાને અનુરૂપ જે અરૂપી અને અચાક્ષુષ ગુણી છે, તે દેહથી ભિન્ન આત્મા જ છે.
જ્ઞાનાદિ ગુણ દેહસંબંધી નથી, કારણ કે તે અનુમાન પ્રત્યક્ષથી ખાધિત છે, કેમકે પ્રત્યક્ષ પ્રમાણથી તે દેહમાં જ પ્રતીત થાય છે; તે ક્થન ઠીક નથી. કેમકે તે પ્રત્યક્ષ અનુમાનથી બાધિત છે. અનુમાનથી એ સિદ્ધ છે કે જ્ઞાન આદિ ગુણાના આધાર શરીર અને ઈન્દ્રિયાથી કાઈ ભિન્ન પદ્મા ( આત્મા) જ છે. અનુમાન આ પ્રમાણે છે—જ્ઞાનાદિ ગુણ્ણાના આધાર શરીર અને ઇન્દ્રિયાથી ભિન્ન છે, કેમકે તેના નષ્ટ થવા છતાંય તેના દ્વારા જાણેલા પદાર્થ નુ સ્મરણ હેાય છે. જેના નષ્ટ થયા પછી પણ, જેના દ્વારા જાળેલા પદ્મા તેનુ જે સ્મરણ કરે છે તે તેનાથી ભિન્ન હેાય છે. જેમ પાંચ ખડકીએ દ્વારા જોવા વાળા પદાર્થોનું સ્મરણ કરવા વાળેા દેવદત્ત છે. તેને કેાઈ કારણથી દેખવાની શક્તિ નષ્ટ થઇ જવા છતાંય પ્રથમ દેખેલા પદાર્થોનુ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૯૦