Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગ શબ્દાર્થ
મેં ભગવાનના મુખથી સાક્ષાત્ સાંભળ્યું છે–પરમ્પરાથી નહિ, કેમકે ગણધરોનાં આગમ અનન્તરાગમ હોય છે. મેં સાંભળ્યું ” મેં ગુરૂકુલમાં નિવાસ કરતા થકા સાંભળ્યું' આ અર્થ સ્વતઃ સિદ્ધ છે. ગુરૂકુલમાં નિવાસ કર્યા વિના ગુરુના ચરણકમલને સ્પર્શ કરીને અભિવાદન નમસ્કાર તથા તેના મુખારવિદથી નિકલવાવાળાં વચને શ્રવણ થઈ શકતાં નથી.
ભગવાન” શબ્દમાં જે “મ' શબ્દ છે, તેના અનેક અર્થ થાય છે તે આ પ્રમાણે–
(૧) સપૂર્ણ પદાર્થોને જાણવાવાળું જ્ઞાન, (૨) માહાન્ય અર્થાત્ અનુપમ અને મહાન મહિમાથી યુક્ત હોવું, (૩) યશ–અર્થાત્ નાના પ્રકારના અનુકૂલ અને પ્રતિકૂલ પરીષહે અને ઉપસર્ગોને સહન કરવાથી ફેલાતી કીતિ, અથવા જગતની રક્ષા (ઉદ્ધાર) કરવાની ભાવનાથી ઉત્પન્ન થયેલી કીર્તિ, (૪) વૈરાગ્યઅર્થાત્ કામગની જરા પણ અભિલાષા નથવી, અ થવી ક્રોધ કષાયને નિગ્રહ કર, (૫) મુકિત-સમસ્ત કર્મોના ક્ષયરૂપ મેક્ષ (૬) રૂપ-સર્વના હૃદયને હરી લેવાવાળું અનુપમ સૌન્દર્ય, (૭) વીર્ય-અન્તરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન અનન્ત શકિત (૮) શ્રી-ઘાતિ કર્મોનો ક્ષયથી ઉત્પન્ન અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીરૂપ અનંત ચતુષ્ટયેલમી (૯) ધર્મ-મોક્ષરૂપી દ્વારનાં કમાડ ઉઘાડવાનું સાધન મૃત-ચારિત્રરૂપ ધર્મ (૧૦) અધર્ય–ત્રણ લેકનું અધિપતિપણું આ દસ ગુણ જેમાં હોય તેને ભગવાન કહે છે એવા ભગવાને કહ્યું છે.
આગળ કહેવાશે તે તત્વ તીર્થંકરભાષિત છે, એટલા માટે “રા' શબ્દથી તીર્થકર ભગવાનને અર્થ અહિં સમજવું જોઇએ. કહ્યું પણ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૬ ૬