Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્માના ક્ષય કરી નાંખે છે, તે સર્વ સિદ્ધ કહેવાય છે. તેનુ' અસલી સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. સંસારી જીવ કર્મને આધીન હોવાના કારણે દુઃખી હાય છે, એ પ્રમાણે જો કે પ્રત્યક્ષ જીવની સત્તા પૃથક્-પૃથક્ જદી-જુદી છે, તે પણ તેનામાં સ્વરૂપની
સમાનતા છે.
પ્રશ્ન—જો સર્વ જીવ સિદ્ધોની સમાન છે તે અભવ્ય છત્ર સિદ્ધગતિને કેમ પ્રાપ્ત કરી શકતા નથી.
ઉત્તર-સાંભળે, અભન્ય જીવામાં અનાદિ–અનત ચિકણા કર્મોના સંબંધ હાવાથી અને અપરિવર્તનશીલ સ્વભાવના કારણે કર્મના ક્ષય કરવાની શક્તિ નથી; ભવ્ય જીવાને તેવાં ચીકણાંક ન હેાવાથી અને પરાવત સ્વભાવથી દેવ ગુરુ, અને ધરૂપ સામગ્રીના મળવા પર, જ્ઞાનાદિ રત્નત્રયની આરાધના કરવાથી, તથા ગુણશ્રેણી પર આશહણ કરવાથી તેને સિદ્ધપદ પ્રાપ્ત કરવું શક્ય છે,
મનુષ્ય ભવ પામીને, કર્મોનો ક્ષય કરીને જીવ મેાક્ષે જાય છે, તે સમયે અવ્યવહાર રાશિ સૂક્ષ્મ-નિગોદથી, અકામ નિર્જરાદ્વારા બીજા જીવેા નીકળીને વિકાસદશાને પ્રાપ્ત કરે છે. અગર દસ જીવ મેાક્ષમાં જાય છે તે દસ જીવ સૂક્ષ્મ નિગેાદથી બહાર નીકળી આવે છે. કદાચિત્ અલ્પસંખ્યક સૂમ નિગેાદ-જીવ મહાર નીકળે છે તેા, તેની સાથે એક-બે અલભ્ય જીવ બહાર આવી જાય છે. પણ વ્યવહાર રાશિમાં છવાતુ ઘટવું-વધવું થતું નથી. એ પ્રમાણે નિગેાદગેાલક લેાકમાં અસંખ્યાત હાય છે. આ પ્રમાણે ગ્રંથારન્તરમાં કહ્યુ છે.
ઇતિ અવતરણ સમ્પૂર્ણ
કૃતિ અવતરણા સંપૂર્ણ —
આ પ્રમાણે ભગવાન દ્વારા પ્રરૂપિત ચાર અનુયાગાનુ' સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એ કહી આપ્યું છે કે ચરણુ-કરણાનુયાગ પ્રધાન હોવાના કારણે તેનું ગ્રહણ સૌથી પ્રથમ કરવામાં આવ્યુ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૬ ૪