Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પદ્રવ્યોં કા સક્સિ-નિષ્ક્રિય વિચાર
છ દ્રવ્યોમાં સક્રિય નિષ્કિયને વિચાર– નિશ્ચયનય પ્રમાણે છે દ્રવ્યો સક્રિય છે, પરંતુ વ્યવહારનયથી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાલ નામના ચાર દ્રવ્ય ક્રિયારહિત છે, જીવ અને પુગલ દ્રવ્ય સક્રિય છે. નિશ્ચયનયથી ધર્માસ્તિકાય, ગતિમાં પરિણત છે અને પુદ્ગલેની ગતિમાં સહાયતા કરવાની ક્રિયા કરે છે, અને અધર્માસ્તિકાય, સ્થિતિમાં પરિણત છે અને પુદ્ગલની સ્થિતિમાં સહાયતા દેવાની ક્રિયા કરે છે. એ પ્રમાણે આકાશ, અવગાહદાનરૂપ ક્રિયા કરે છે, અને કાલ વત્તના આદિમાં સહાયતા પહોંચાડે છે, જીવ નિશ્ચયનયથી નિજસ્વરૂપ-રમણરૂપ ક્રિયા કરે છે. અગર નિશ્ચયનયથી જીવ શુભ અને અશુભરૂપ વિભાવદશામાં રમણ કરવાની ક્રિયા કરે તે તેને અવિચલ પદની પ્રાપ્તિ કદાપિ પણ થઈ શકે નહિ, એટલા કારણથી જીવ પિતાના સ્વભાવમાં પરિણતિરૂપ ક્રિયા જ કરે છે, નિશ્ચયનયની અપેક્ષા એ પુદ્ગલ પણ અનાદિ કાલથી પૂરણ-ગલનરૂપ ક્રિયા કરે છે, એ પ્રમાણે નિશ્ચયનયથી સર્વ દ્રવ્ય સક્રિય છે,
વ્યવહારનય કો લેકર પદ્રવ્ય વિચાર
હવે વ્યવહારનયની અપેક્ષાએ કહેવાય છે-વ્યવહારનયથી ધર્મ અધર્મ આકાશ અને કાલ કિયારહિત છે, તથા જીવ અને પુદગલ સક્રિય છે. વ્યવહારનયથી જીવ રાગ-દ્વેષરૂપ અશુભ પરિણતિ દ્વારા પ્રતિસમય અનન્ત પુદ્ગલ પરમાણુઓના સ્કોને ગ્રહણ કરવાની ક્રિયા કરે છે. પરમાણુ પુદ્ગલ પણ કર્મવર્ગણારૂપમાં પરિણત થઈને જીવના સમસ્ત પ્રદેશમાં બદ્ધ થઈ જાય છે (સર્વ પ્રદેશને એંટી જાય છે) તેટલા કારણથી તે બંધનરૂપ કિયા કરે છે, અને પૂરણ-ગલન આદિ ક્રિયા પણ કરે છે. એ પ્રમાણે વ્યવહારનયથી જીવ અને પુદ્ગલ જ સક્રિય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫૮