Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગણિતાનુયોગ / પ્રવજ્યાદાન સમય નિર્ણય
(૩) ગણિતાનુગ– ગણિત અર્થાત્ સંખ્યાને અનુગ તે ગણિતાનુગ કહેવાય છે. જીવ પુદ્ગલ આદિ છ દ્રવ્યોની ગણના કરવા માટે, તથા દ્રવ્યોના પર્યાની ગણતરી કરવા માટે ગણિતાનુયોગની આવશ્યકતા હોય છે, ગણિતાનુગથી જિન ભગવાન દ્વારા કહેલા પદાર્થોની ઠીક ઠીક ગણના થઈ શકતી હોવાથી સમ્યકત્વની શુદ્ધિ થાય છે, અને સમ્યકત્વની શુદ્ધિથી ચારિત્રની શુદ્ધિ થાય છે.
પૂર્વાનુપૂવી પશ્ચાનુપૂવી તથા અનાનુપૂર્વી આદિથી, અને ભંગજાળની ગણના કરવાથી ચિત્તમાં સ્થિરતા આવે છે, અને ચિત્તની સ્થિરતાથી કષાયરૂપી અગ્નિ શાંત થાય છે. અને તેથી ચારિત્ર નિમલ થાય છે.
ગણિતાનું જ ભગવાનના કેવલજ્ઞાન આદિ એ ગુણે એ પ્રમાણે પર્યાની અનંતતા પ્રગટ કરે છે. “સંખ્યાતીત ગુણે અને પર્યાની સંખ્યા જાણવી અશક્ય છે તે વાત પણ સંખ્યાનું જ્ઞાન કર્યા વિના જાણી શકાતી નથી, તે ગણિતાનુગ દ્વારા જાણી શકાય છે. ભગવાનના ગુણનું વારંવાર સ્મરણ કરવાથી ભગવાનની સ્તુતિ થાય છે, અને તેથી દર્શન–શુદ્ધિ થઈ શકે છે, અને દર્શન વિશુદ્ધ થવાથી ચારિત્રની શુદ્ધિ થાય છે.
શુભ તિથિ તથા શુભ નક્ષત્રથી યુક્ત સમયમાં જ દીક્ષા આદિ આપવી જોઈએ, આ પ્રકારના સમયનું જ્ઞાન કરાવવાવાળો હોવાથી ગણિતાનુયોગ પણ ચારિત્રની પ્રાપ્તિનું કારણ છે એમ સિદ્ધ થાય છે. તેથી ગણિતાગનું ફલ પણ ચારિત્રની રક્ષા કરવી એજ છે, અહીં પ્રસંગથી ડે તિષને વિષય બતાવવામાં આવે છે–
દીક્ષા આપવાના સમયને નિર્ણય
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૩