Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આકાશનું પરિમાણ બીજાં સર્વ દ્રવ્યોની અપેક્ષાએ મોટું છે, કેમકે તે અનન્તપ્રદેશી છે. એટલે કે આકાશ મહાત્કંધરૂપ છે.
(૧) અરૂપિ(૨) અચેતનત્વ (૩) અક્રિયત્વ (6) અવગાહદાયિત્વ, એ આકાશાસ્તિકાયના ગુણ છે, અને (૧) સ્કંધ, (૨) દેશ, (૩) પ્રદેશ, તથા અગુરૂ લઘુત્વ, તેના પર્યાય છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણના ભેદથી આકાશ દ્રવ્ય પાંચ પ્રકારથી જાણી શકાય છે. જેમકે દ્રવ્યથી આકાશાસ્તિકાય એક છે, ક્ષેત્રથી લોકાલોકપ્રમાણ છે, કાલથી આદિ-અન્તરહિત છે, ભાવથી અરૂપી છે-તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નથી, ગુણથી અવકાશ આપવાવાળું છે.
કાલ નિરૂપણ / કાલ શબ્દ વ્યુત્પત્તિ
કલનિરૂપણ કાલ શબ્દની વ્યુત્પત્તિ
જેના દ્વારા વસ્તુ જાણી શકાય તે કાલ છે. અહિં કરણમાં “પ” પ્રત્યય થયે છે “આ બાલક માસિક–એક માસને છે, આ બાલક વાર્ષિક-એક વર્ષને છે, આ ફૂલ વાસંતિક-વસંતઋતુસંબંધી છે એ રૂપમાં વસ્તુઓનું જ્ઞાન કાલ દ્વારા જ થાય છે.
અથવા સ્વભાવથી પરિણત થવાવાળા પદાર્થ સમૂહો દ્વારા નિમિત્તરૂપમાં જે પ્રાપ્ત કરી શકાય તે કાલ કહેવાય છે. “કાલ સમસ્ત વસ્તુઓના પરિણમનનું કારણ છે” એ આગળ બતાવવામાં આવશે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૩૧,