Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમાધાન—પુદ્ગલેામાં પરિણમનશક્તિ જ એવી છે જેથી તેનુ' અત્યન્ત સૂક્ષ્મ પરિણમન હેાય છે. એ કારણે અનન્તપ્રદેશી સ્ક ંધ પણ આકાશના એક પ્રદેશમાં સમાઈ જાય છે. અથવા આકાશમાં એવી કેાઈ વિચિત્ર અવકાશદાન કરવાની શક્તિ છે કે—તે કારણથી અનન્તપ્રદેશી સ્કાના પણ આકાશના એક જ પ્રદેશમાં સમાવેશ થઈ જાય છે. જેમકે—અત્યન્ત સઘન લેાઢાના ગાળાના અવગાહનથી નિરવકાશ આકાશ પ્રદેશમાં ધમણના વાયુથી વૃદ્ધિ પામેલા અગ્નિના અવયવા પ્રવેશ કરી જાય છે. તાત્પર્ય એ છે કે-લેાઢાના ગેાળો અહુ જ ઠાસ (પોલાણ વિનાના) હોય છે, તે આકાશના જે પ્રદેશોમાં મેાજીદ છે, ત્યાં જગ્યા દેખાતી નથી. તે પણ ધમણુના વાયુની પ્રેરણાથી તે આકાશ પ્રદેશમાં અગ્નિના પ્રવેશ કરી જાય છે. તે પછી છિદ્રરહિત તે લેાઢાના ગોળાને ઠંડા કરવા માટે તેના ઉપર પાણી નાખવામાં આવે તા જે આકાશ-પ્રદેશોમાં લેાઢાના ગાળા અને અગ્નિ છે, તેમાં પાણીનાં ટીપાં પણુ રોક-ટોક (અટકાવ્યા) વિના પ્રવેશ કરી જાય છે.
અથવા—એક દીપકના પ્રકાશમાં અનેક દ્વીપકાના પ્રકાશ સમાઈ જાય છે. અથવા એક ક ( માવિશેષ) પરિમિત પારામાં એકસો કર્યાં પરિમિત સાનાના સમાવેશ થઈ જાય છે.
અનન્તપ્રદેશી અચિત્ત મહાસ્ક'ધ, કેવલિસમુદ્ધાતની સમાન સમસ્તલેક બ્યાપી હોય છે, તે સ્વાભાવિક ગતિથી, પ્રથમ સમયમાં અસંખ્યાતયેાજનવિસ્તૃત દંડના આકારમાં પરિણત થાય છે. ખીજા સમયમાં તે કપાટના રૂપમાં પરિણત થાય છે, અને ત્રીજા સમયમાં મથાન ( દહીં વલાવવાના રવૈયા)ના રૂપમાં થાય છે, ચાથા સમયમાં પ્રતર પૂર્ણ કરીને લેાકમાં વ્યાપ્ત થઈ જાય છે. ફરી પાંચમા સમયમાં પ્રતરને સકોચે છે, છઠ્ઠા સમયમાં મથાનને, સાતમા સમયમાં કપાટને અને આઠમા સમયમાં ઈંડાકારને એ સિકેાડે છે, ત્યાર પછી તે ખંડ–ખંડ થઇને વિખેરાઈ જાય છે.
પુદ્ગલાના ઉપકાર——
શરીર, વચન, મન અને પ્રાણ આદિ પુદ્દગલેના પરિણામવશેષ-ગમન, દાન, વચન, ચિ'તન અને પ્રાણન (શ્વાસ લેવા) આદિ રૂપથી જીવેાના ઉપકાર કરે છે, એટલે શરીર આદિના રૂપમાં પુદ્ગલ જ જવાના ઉપકાર કરે છે, તેમાં શરીર પાંચ પ્રકારના છે—(૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તેજસ અને (૫) કા*ણુ
પ્રાણીઓમાં સુખ, દુ:ખ, જીવન અને મરણુરૂપ જે પરિણમન થાય છે, તે સર્વ પિરણામેામાં પુદ્ગલ કારણરૂપ છે. તેથી એ સિદ્ધ થાય છે કે પુદ્ગલ જીવાના ઉપકાર કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૩૯