Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સર્વ પરિમાણથી હીનતમ છે, એ પ્રમાણે પરમાણુ પણ જઘન્ય અંશરૂપ છે, તેનાં અંશ-વિભાગ થઈ શકતા નથી, તે અખંડ છે.
પ્રત્યક્ષથી જોવામાં આવતા અનેક પ્રકારના બાદરપ પરિણત સ્કંધથી પરમાણુનું અનુમાન થાય છે. કહ્યું પણ છે—
પરમાણુ કારણુપ છે, અન્તિમ અંશરૂપ છે, સૂક્ષ્મ છે અને નિત્ય છે, એક રસવાળું છે, એક ગંધવાળું, એક વર્ણવાળું અને બે સ્પર્શવાળું હોય છે. સ્કંધરૂપ કાર્યના દેખાવથી તેનું અનુમાન થાય છે.
સ્કન્ધ સ્વરૂપ ઔર ઉસકે ભેદ
સ્કંધનું સ્વરૂપ અને ભેદપરસ્પર મળેલા-અંદર અંદર બદ્ધ-પરમાણુઓને સમૂહ તે અંધ કહેવાય છે. સ્કંધમાં રહેલે નિરંશ અવયવ તે પ્રદેશ કહેવાય છે.
જે કે ધર્મ-દ્રવ્ય, અધર્મ-દ્રવ્ય, આકાશ અને જીવ પણ પુદગલના સમાન સ્કંધરનપ છે, તે પણ સ્કંધરૂપ પુદ્ગલથી તેમાં એ ભિન્નતા છે—ધર્મ આદિ ચાર દ્રવ્યના પ્રદેશ પિત–પિતાના સ્કંધથી કયારેય પણ અલગ થઈ શકતા નથી. કેમકે ધર્મ આદિ ચાર દ્રવ્ય અમૂર્ત છે. પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ ખંડ ખંડ થઈને અલગ થઈ જાય છે, કેમ કે પુગલ મૂર્ત છે. આશ્લેષ (મળવું) અને વિશ્લેષ (જુદા થવું) દ્વારા મૂર્ત વસ્તુમાં મળવું અને છૂટા થવું તે શક્તિ છે, આ વાત સર્વને અનુભવથી સિદ્ધ છે. એટલા કારણથી સ્કંધ પુદ્ગલેનું સ્થૂલ અથવા સૂક્ષમ અવયવ કહેવાય છે ‘બૌતિ’ રિ-અવયવ અર્થાત્ પૃથફ થઈ શકે તેને અવયવ કહે છે, એ વ્યુત્પત્તિ પ્રમાણે વિભક્ત થવા ગ્ય અંશને જ અવયવ કહે છે. આ કારણથી પુદ્ગલ દ્રવ્યને પ્રદેશ જ અવયવ કહેવાય છે.
સંઘાત (મેલાપ)થી ભેદ (જુદા પડવા)થી તથા સંઘાત-ભેદથી ઢિપ્રદેશી વિગેરે સ્કંધ ઉત્પન્ન થાય છે. ભગવાને સ્થાનાQત્રમાં કહ્યું છે –
“બે સ્થાનેથી પુદ્ગલ પરસ્પર મળે છે. તે આ પ્રમાણે-પુદ્ગલ પિતે જ વાદળ આદિ પ્રમાણે મળી જાય છે, અથવા બીજા પુરુષ આદિના દ્વારા મેળવાય છે. એ પ્રમાણે પુગલ પોતે જ અગલ થઈ જાય છે, અથવા તો બીજાના દ્વારા અલગ કરી શકાય છે.
બે પરમાણુઓના સંઘાતથી (મળવાથી) દ્વિદેશી કંધ બને છે. ક્રિપ્રદેશ સ્કંધ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૪૨