Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે સિવાય ગ્રીષ્મ આદિ ઋતુઓમાં સાધુઓ માટે ભગવાને આતાપના આદિ ધર્મોને ઉપદેશ આપે છે, કાલ દ્રવ્યને માનવામાં આવે તે જ, અથવા કાલ દ્રવ્ય હોય તો જ એ ઉપદેશ ઘટી શકે છે. કાલના અભાવમાં ગ્રીષ્મ ઋતુનું જ્ઞાન થશે નહિ, અને ભગવાને કહેલી કિયાની હાનિ થઈ જશે.
અહિં સુધી બતાવી ચૂક્યા કે વત્તના, પરિણામ અને ક્રિયા, જે કે દ્રવ્યને સ્વભાવ છે, કાલની સહાયતાથી જ થાય છે.
પરત્વ અને અપરત્વનું મિલા-જુલા જેવું જ્ઞાન પણ કાલદ્વારા જ થાય છે. દરવર્તી, નાની દીક્ષા-પર્યાયવાળા મુનિ દૂર હોવાના કારણે ક્ષેત્રથી પર હેવા છતાંય પણ (દીક્ષામાં નાના હોવાના કારણે) કાલથી અપર કહેવાય છે, સમીપવતી છે પણ જ્યેષ્ઠમેટી દીક્ષા પર્યાયવાળા મુનિ ક્ષેત્રથી અપર હોવા છતાંય કાળથી પર કહેવાય છે. અહિં “પર” પણ “અપર થઈ ગયો છે. અને “અપર પણ ‘પર બની ગયો છે.
પર અને અપરનાં એ વ્યતિકર કારણ વિના સંભવ નથી, તેથી એ વ્યતિકરમાં જે કારણ છે, બસ તેજ કાળ છે.
ૌગપ-એક સાથે અને અગપદ્ય-આગળ-પાછળનું જે જ્ઞાન થાય છે, તેમાં પણ કાલદ્રવ્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. “એ બને મુનિઓએ એક સાથે દૃષ્ટિવાદનું અધ્યયન કર્યું” અને “એ મુનિઓએ બાર અંગેનું એક સાથે અધ્યયન કર્યું નથી–આગળ-પાછળ અધ્યયન કર્યું છે” આ વાક્યથી યૌગપદ્ય અને અયોગપદ્યનું-એક સાથેનું અને આગળ-પાછળનું જે જ્ઞાન થાય છે. તેમાં કાલ વિના બીજું કઈ કારણ દેખાતું નથી. જે કારણ છે તે જ કાળ છે.
wwવષચન ચરિત્ર” અર્થાત-એકને વિષય બીજામાં ચાલ્યો જાય તે વ્યતિકર કહેવાય છે. જેવી રીતે–પરનું અપર થઈ જવું અને અપરનું પર થઈ જવું.
જલદી–સુરત અને ઢીલનું જ્ઞાન પણ કાલના કારણથી જ થાય છે. જેમ-“આ મહાત્માએ લાંબા સમય સુધી તપ કર્યું, ગજસુકુમાલ મુનિએ તુરતમાં આત્મકલ્યાણ કરી લીધું.” ઈત્યાદિ વાક્યોથી તપશ્ચરણ અને કલ્યાણ સાધન વગેરેમાં વિલમ્બ અને અવિલમ્બનું જ્ઞાન કાલના અભાવમાં થઈ શકશે નહિ.
ગઈ કાલ, આવતી કાલ, આજ, પરમ દિવસે, ઈત્યાદિ કાલવાચક શબ્દ પણ કાલ નામના દ્રવ્યને પ્રગટ કરે છે, સર્વજ્ઞ ભગવાન દ્વારા કહેવામાં આવેલા એ કાલ આદિ શબ્દ વાસ્તવિક વસ્તુના બેધક છે, કેમકે એ સમાસહિત પદ છે અને શુદ્ધ એક પદ . જે પદ સમાસરહિત અને શુદ્ધ એક પદ હોય છે, તે વાસ્તવિક પદાર્થના જ બોધક હોય છે. જેમ ૫ આદિ.
વર્તના હેતુત્વ, અસ્તિત્વ, યત્વ આદિ ગુણોને આધાર લેવાથી, તથા ભૂતકાલ, ભવિષ્યકાલ અને વર્તમાનકાલ આદિ પર્યાને આશ્રય હેવાથી કાલનું દ્રવ્યપણું
શ્રી આચારાંગ સૂત્ર: ૧
૩૪