Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પર્યાય લક્ષણ
પર્યાયનું લક્ષણ—
જેની અંદર હુંમેશાં ઉત્પાદ અને વ્યય થયા કરે છે, અને જે હંમેશાં સદાકાળ સ્થિર રહેતું નથી તેને પર્યાય કહે છે, અથવા દ્રવ્ય અને ગુણને આશ્રય લેનાર તેને પર્યાય કહેવામાં આવે છે.
દ્રવ્યના ઉત્પાદ અને વિનાશ-શીલ ધર્મ તે પર્યાય કહેવાય છે. પર્યાય, દ્રવ્યમાં પશુ રહે છે અને ગુણમાં પણ રહે છે. જીવના એકજ જ્ઞાનગુણુ કાલના ભેદથી ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પર્યાય કહેવાય છે. જેવી રીતે કે એક આઠ વર્ષના વિનયવંત, પ્રમાદ અને વિકથાથી દૂર રહેવાવાળા ખાલમુનિ પેાતાના ગુરૂના ચરણ કમળાની સેવા કરતા થકા પ્રથમ આવશ્યક માત્રનું અધ્યયન કરે છે, પછી સમિતિ અને ગુપ્તિનું જ્ઞાન સંપાદન કરે છે; ત્યાર પછી ક્રમથી દ્વાદશાંગનું તત્ત્વ જાણી જ્ઞાનની ધારામાં વૃદ્ધિ કરે છે; તે ખાલમુનિનું જ્ઞાન ક્ષણ-ક્ષણમાં વિલક્ષણ-તરેહવાર બની નવીન રૂપામાં ઉત્પન્ન થાય છે તેને ‘પર્યાય’ શબ્દથી ઓળખવામાં આવે છે, એ પ્રમાણે દન અને ચારિત્ર આદિ ગુણાના પર્યાય પણ સમજી લેવા જોઇએ. મનુષ્યતા, ખાલકપણું આદિ જીવના પર્યાય છે, અને એકશુણુકાળાપણુ આદિ પુદ્ગલના વણું ગુણના પર્યાય છે. આ પ્રમાણે આ નિશ્ચિત થાય છે કે-પર્યાય, દ્રવ્ય અને ગુણ એ બન્નેમાં રહે છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યુ છે—
*
“ગુણાના જે આશ્રય હાય, તેને દ્રવ્ય કહે છે; ગુણુ એક માત્ર દ્રવ્યમાં જ રહે છે, અને પર્યાયનું લક્ષણ ઉભયાશ્રિત હાય છે, અર્થાત્ પર્યાય, દ્રધ્વ અને ગુણુ અતેમાં જોવામાં આવે છે.
દ્રવ્યના લક્ષણમાં પર્યાય? પદના સમાવેશ નહિ કરવાથી ભગવાનના અભિપ્રાય એ છે કે—કા કારણના અભેદથી ગુણમાં જ પર્યાયના સમાવેશ થઈ જાય છે. ‘લુવ્યસિયાનુળા ' આ વાકયના અર્થ એ છે કેઃ—ગુણુ કેવલ દ્રવ્યમાં જ હાય છે, આ કથનદ્વારા ગુણનુ લક્ષણ પણ કહી આપ્યુ છે.
પર્યાયનું લક્ષણ ઉભયાશ્રિત હાય છે, મન્નેમાં અર્થાત્ દ્રવ્યમાં અને ગુણુમાં પણ પર્યાય રહે છે. પવ, પય અને પોય શબ્દ સમાન અવાળા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩