Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેશ લુચ્ચન
(૧૧) કેશલેાચ
દીક્ષા ધારણ કર્યાં પછી કેશલેાચ કરવામાં શિનવાર અને મંગળવાર ત્યાજ્ય છે તથા કૃત્તિકા, વિશાખા, મઘા, અને ભરણી, આ ચાર નક્ષત્ર ત્યજવા યાગ્ય છે,
પ્રથમ ગોચરી વિચાર
(૧૨) નવદીક્ષિતની પ્રથમ ગાચરી–
પહેલીવાર ગોચરીના વિષયમાં તીક્ષ્ણ, ઉગ્ર અને મિશ્ર નક્ષત્ર તથા શિન અને મગળવાર ત્યાજ્ય છે,
આર્દ્રા, અશ્લેષા, જ્યેષ્ઠા, અને મૂલ, આ ચાર નક્ષત્ર તીક્ષ્ણ છે, ભરણી, ત્રણ પૂર્વા ( પૂર્વાષાઢા, પૂર્વાભદ્રાપદ, અને પૂર્વાફાલ્ગુની ) અને મઘા એ પાંચ નક્ષત્ર ઉગ્ર નક્ષત્ર છે. કૃત્તિકા અને વિશાખા, આ એ નક્ષત્ર મિશ્ર કહેવાય છે.
રિક્તા તિથિ, અમાવાસ્યા અને ક્ષય તિથિ ત્યાજ્ય છે, પરન્તુ જે શનિ અને મોંગલવારના ચોગ હાય તા રિક્તા તિથિ પણ ઉત્તમ છે.
નૂતન પાત્ર વ્યાપારણ
(૧૩) નવા પાત્રના ઉપયોગ
ગેાચરી આદિ માટે નવા પાત્રને ઉપયાગ મૃગશીર્ષ, પુષ્ય, અશ્વિની, હસ્ત, અનુરાધા, ચિત્રા, અને રેવતી નક્ષત્રોમાં, તથા સેામવાર અને ગુરૂવારના દિવસે કરવા તે શુભ છે.
આચાર્યાદિપદ પ્રદાન સમય
(૧૪) આચાય આદિ પદવીદાનના સમય—
આચાર્ય આદિ પદવી આપવામાં શ્રવણુ, જ્યેષ્ઠા, પુષ્ય, અભિજીત, હસ્ત, અશ્વિની રાહિણી, ઉત્તરાત્રય ( ઉત્તરા-ષાઢા, ઉત્તરા-ભાદ્રપદ, ઉત્તરા–ક઼ાલ્ગુની ) મૃગશિર, અનુરાધા અને રેવતી, આ નક્ષત્રો શુભ છે. આ પ્રસંગ ઉપર શુભ તિથિ અને શુભ વાર વગેરે પણ જોવું જોઇએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२०