________________ (11) ચિતમાં પૂછયું કે, કેમ ભાઈ? કાંઈ સંતતિ છે? જવાબમાં જણાવ્યું કે “ના બાપુ કાંઈ નથી.” ગી પુરૂષે આશીર્વાદ દેતા હોય તેમ કહ્યું કે “તો તમને છ પુત્ર થશે. ત્યારબાદ તે ચાગી પુરૂષ ચાલ્યા ગયા. મહાપુરૂષની વાણું ફળી. તેમના આશીવાદ મુજબ પાનબેન પણ હાલ લક્ષમી બેન કારણકે તેમના શુભ પગલે સર્વ સાનુકૂળતાં સાંપડી હતી. તે લક્ષ્મીબેનને સં. 1930 ની સાલમાં તેમને એક પુત્રરત્ન જપે. જેનું નામ ૮ખોડીદાસ' રાખવામાં આવ્યું. ત્યારબાદ સં. 1933 ના પોષ સુદી 15 ના તેજસ્વી દીવસે પુનીત તીર્થની છાયામાં– પાલીતાણામાં લક્ષ્મીબેનને સુંદર તેજસ્વી પુત્ર રત્ન સાંપડયું. પૂનમને દિવસ એટલે ચંદ્રની કળાથી પૂર્ણ શીતળ અને પ્રકાશીત દિવસ તે દિવસે જેનો જન્મ હોય તે ચંદ્ર સામે તેજસ્વી નીવડે એમાં નવાઈ શું હોય? એ પુત્ર રતનનું નામ કેશવજી રાખવામાં આવ્યું. હીરાઓ પૃથ્વીના અભેદ્ય ગુપ્ત પડેમાં પાકે છે. જગતના મહાન ધર્મનેતાઓ તત્વજ્ઞાનીઓની જીવનકથા મોટે ભાગે ઝુપડીથીજ અથવા સાધારણ સ્થિતિમાંથી જ શરૂ થાય છે. તેવી જ રીતે “કેશવજીભાઈ” સામાન્ય અને સાધારણ સ્થિતિમાં જન્મ્યા પણ કોને ખબર હતી કે આજ બાળપણમાં ખેલતા કેશવજીભાઈ આવતી કાલનો મહાત્મા પુરૂષ થઈ પિતાનું નામ ઉજાળશે? થયું પણ તેમજ. તેમની ધર્મનિષ્ઠ માતાના સુસંસ્કારની દઢ છાપ કેશવજીભાઈ ઉપર પડી હતી. જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે તેમને નિશાળે બેસાડવામાં આવ્યા. તેમના વડીલબંધુ ખેડદાસ પણ સાથેજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust