________________ (142) 180 તારે કોઈ શત્રુ હોય કે મિત્ર હોય પણ કેઈન : 6 બુરામાં કે પડતીમાં આનંદ ન માનીશ.' 181 તને કોઈ હાલામાં હાલી વસ્તુનો કે સ્વજન વર્ગનો વિયોગ થાય તો દિલગીર ન થઈશ, પણ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ આ ત્રણ પદનું વારંવાર લક્ષપૂર્વક ચિંતવન કરજે. - 182 અનિત્ય, અસાર અને ક્ષણભંગુર એવા દેવી અને માનુષીક વૈભવોને વિષે પ્રવૃત્તિ ન કરતાં માત્ર અનિર્વાણુનિય અને અક્ષય એવા પરમપદનું ધ્યાન કરજે. 183 આ દેહના પોષણ નિમિત્તે જે કાંઈ સરસ વા નિરસ અનાદિકની પ્રાપ્તિ થાય તેમાં આનંદ માનજે. હર્ષ કે વિખવાદ ધારણ ન કરીશ. કારણ કે બંનેનું રૂપાંતર એક રૂપમાંજ થવાનું છે. 184 માન અને અપમાનમાં સમપણું ધારણ કરી પૂવે- પાર્જીત કમને સંભારજે. 185 આ તારી દેવરૂપી નિકા નાશ ન પામે ત્યાં સુધીમાં તેમાંથી ઈચ્છિત અને સારભૂત વસ્તુ ગ્રહણ કરજે. 186 રાત અને દિવસની અંદર તારાથી જે કાંઈ શુભ ચા અશુભ કર્મ થયું હોય તેને વિચાર કરી શુભના માટે આનંદ માનજે અને અશુભના માટે પશ્ચાતાપ કરજે. * 187 તું ધનવાન હો કે વિદ્વાન હો પણ જેમ જેમ તેને રોગ્ય પાત્રને વિષે વ્યય કરીશ તેમ તેમ તે વૃદ્ધને પામતું જશે. માટે કૃપણ ન થઈશ. ' ** * * * * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust *