________________ (141) 170 સમભાવથી સર્વ જી પર મંત્રી ધારણ કરજે, શત્રુથી ભિન્નતા રાખીશ નહિ. 171 સમ્યકત્વનું સેવન કરજે, મિથ્યાત્વનો ત્યાગ કરજે. 172 તારી પ્રથમ સ્થિતિને યાદ કર, સુખથી હર્ષને ત્યાગ કરજે અને દુઃખથી દિલગીર થઈશ નહિ. 173 કમજન્ય પિગલિક વસ્તુમાં રાચીશ નહિ. 174 મુળ લક્ષબિંદુને ન ભૂલતો, તેમજ દેહને ધારણ કર્યાના ઉદ્દેશને ન ભૂલતાં આગળને પ્રયત્ન ચાલું રાખજે. વિઘથી ડરીશ નહિ પણ તેનું મુળ ઉત્પાદન કારણ શોધજે. - 175 આત્મશ્લાઘા ન કરતાં, કોઈના ઉપગારને ભુલીશ નહિ. 176 જે જે ગ્રંથો અને પુસ્તકનું અવલોકન કરે તે તે. ગ્રંથો અને પુસ્તકેના ખરા રહસ્યનો વિચાર કરજે. 177 કેઈનાથી તારૂં મોટામાં મોટું નુકશાન થઈ જાય. તો તેના ઉપર તું રોષ ધારણ ન કરીશ પણ વસ્તુની અનિત્યતાનો વિચાર કરજે. - 178 જેનાથી કોઈને અશાંતિ અથવા દુઃખ ઉત્પન્ન થાય તેવા કાર્યમાં પ્રવૃત્તિ કરીશ નહિ. * - 179 તું સુખી છે કે દુઃખી છે, રંક હો કે રાજા . પણું તને જે ભાગ્યાધીનપણે કુદરતથી બક્ષીસ થએલ હોય. તેમાંજ આનંદ માનજે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust