________________ (149) 233 દુઃખને અનુભવ થયા વિના સુખને અનુભવ આનંદ આપતું નથી, સુખ એ કેવું રમણીય છે તે દુઃખ જાણ્યા પછીજ બરોબર સમજી શકાય છે. - 234 જેઓ આ દિવ્ય તને અનુભવ કરવાને મૂકીને સંસારને મિથ્યા જૂઠી જાળમાં પોતાની શક્તિને ગેરવ્યાજબી વ્યય કરી નાખે છે, તેઓને આત્મતત્વ સમજાતું નથી. 235 પોતાની ગુમ થયેલી આત્મશક્તિ પ્રગટ થતાં જે આનંદ થાય છે તે ખરેખર અકથાનિય છે. 236 જગતમાં જે છે તે તેજ છે. નવીન કાંઈ નથી, અને પક્ષ વસ્તુ પરોક્ષ થતાં માત્ર નવીનતા રૂપે ભાસ થાય છે પણ તે ક૯૫ના માત્ર છે, નવીનતા રૂપે કાંઈ છે જ નહિં. 237 પૂર્ણ જ્ઞાનવાનને સર્વ સ્થિતિ, સર્વ કાળ અને છે સર્વ સ્થળમાં સુખ-દુઃખ એક રૂપજ હોઈ આનંદ આપે છે, અર્થાત્ જ્ઞાનની ન્યુનાધિકતામાંજ સુખ-દુ:ખનો સમાવેશ થાય છે. જ્ઞાનને ચત્ર પર મન જાતિ તર તત્ર થયા 238 દરેક જડ યા ચેતન્ય વસ્તુમાંથી ગુણ ગ્રહણ કરતાં શીખજે. દુર્ગ તરફ દષ્ટિ કરીશ નહિ. 239 હમેશાં લઘુતા અને નમ્રતાપૂર્વક વર્તાજે, કેઈનું માનભંગ કરીશ નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust