________________ (10) વસ્તી, ત્યાના જૈન બાળકો અને બાલિકાઓને માટે પણ ધર્મનું સાધન સ્થાપી ગયા. એમની સર્વના પ્રત્યેની હિતદષ્ટિ ખરેખર પ્રશંસાને પાત્ર છે. એમાં જરાયે સંશય નથી. શેઠ જીવાભાઈ વધાભાઈનું કુટુંબ. અત્રે શેઠ જીવાભાઈ વધાભાઈ શ્રી વીસાશ્રીમાળી જ્ઞાતિમાં અગ્રેસર તેમજ ખાનદાન અને ધર્મ સંસ્કારી શ્રાવક વસતા હતા. તેમને પાંચ પુત્રો હતા. પન, નાગજી, મેઘજી, મેતિ અને ડાહ્યાભાઈ પાંચે ભાઈઓમાં પરસ્પર સારો પ્રેમ હતો. બીજા પુત્ર નાગજીભાઈને ત્રણ પુત્રો હતા. માધવજીભાઈ ટેકરશીભાઈ તથા ચતુરભઈ તેમાં માધવજીભાઈ એ આ ચરિત્રનાયકના પિતાશ્રી હતા. અત્યારે આ કુટુંબમાં પોણે ઉપરાંત માણસે છે. એ સ્વભાવે સરળ, શાંત અને ધર્મપ્રેમી છે આવા અડાળા અને ધર્મ પરાયણ કુટુંબમાં સ્વર્ગસ્થ આચાર્યશ્રી જમ્યા હતા. શ્રીયુત માધવજીભાઈ ખરા ધર્મપ્રેમી હતા. તેઓ પાલીતાણા શેઠ ગભરૂભાઈ માધવજીને ત્યાં બેન પાન વેરે પરણ્યા હતા. બેન પાનબેનનું પાલીતાણાની પુન્યભૂમિમાં જન્મસ્થાન હોવાથી તેમનામાં સારી ધર્મભાવના અને શાંત પ્રકૃતિ હતી, એક પ્રસંગે માધવજીભાઇનું કોઈ નજીકનું સંબંધી ગુજરી જતાં તેમને નદી ઉપર સ્નાન કરવા જવાનું બન્યું. પુન્ય પ્રકૃતિના સંયોગે અથવા કહો કે ભાગ્યયોગે અત્રે તેમને સુપ્રસિદ્ધ ગીપુરૂષ ઉનડ ભગતનો મેળાપ થયો. માધવજીભાઈએ તેમને નમસ્કાર કર્યો તેમના વિનયથી છક થઈ ચોગી પુરૂષે વાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust