________________ (53) તેમના જીવનમાં કલેશ-કંકાસને જરા પણ સ્થાન ન હતું, તેમની ચિત્તવૃત્તિ સદા નિમળ અને શાંતિપ્રિય હતી, તેથીજ અહોનિશ પુસ્તક લખવાં, તેને ફેલાવો કરવો વિગેરે , કાર્યોમાં પોતાને સમય ગાળી શકતા હતા. તેમનું એક સૂત્ર એ હતું કે કોઈ પણ રીતે પ્રથમ શ્રાવક કેમનો ઉદય કરે, શ્રાવકનો છોકરો ભૂખે ન મરે અને મૂખન રહે તે માટે સતત્ લાગણી રાખતા. અભ્યાસ કરવા ઈચ્છનારને સ્કેલરશીપ અપાવી, અભ્યાસમાં સ્થિર કરતા. તથા આજીવિકાથી દુઃખી થતા શ્રાવકેને ગ્ય મદદ કરાવી ઉદ્યમ પ્રતિ દોરતા, નિર્દોષ હન્નર-ઉદ્યોગનું શિક્ષણ અપાવવું વિગેરે કાર્યો કરી તેમણે જૈન જનતાને અપૂર્વ લાભ આપ્યો છે, જેથી તેમને ચિરકાળ સુધી સંભારશે તેમાં બે મત નથીજ. ટુંકમાં તેમનામાં નિરભિમાનતા, ગંભીરતા, નમ્રતા, સરળ હૃદયતા અને ઉદારતા. વિગેરે સગુણે સારી રીતે વૃદ્ધિ પામ્યા હતા. આપણે પણ તે ઓશ્રીના જીવન પગલે ચાલી આપણે અમૂલ્ય માનવદેહં સફળ | કરવા પ્રયત્નશીલ થઈએ. અસ્તુઃ 34 શાંતિ! શાંતિ! શાંતિ!! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust