________________ (137) * 141 સહસમુખી જનસમાજને ખુશ કરવાને તમે માખણીયા બની દુષીત ન થશે. તમે તેને ખુશ કરવા માટે બંધાયેલ નથી, તેઓ તમારા સંબંધમાં ગમે તેમ બેલે તેની દરકાર ન કરતાં તમારી શુભ પ્રવૃત્તિથી તમે કદી પાછા ન હઠશે અને પાછા હઠ્યા તો તમારું કાર્ય કદી સિધ્ધ નહિ થાય તે પણ એક ખરી કોટી છે અને તે કસોટી પસાર કર્યા વિના કાર્ય કદી સિદ્ધ થઈ શકતું નથી. 142 અહંકાર એક વજને કિલ્લે છે, અહંકારી તેમાં રહે છે, અહંભાવનું વિસ્મરણ તેજ ત્યાગ. 143 જેને ચાહીએ તેની કીંમત પ્રથમ ડી આંકવી કે પછી પશ્ચાત્તાપ કરવાનો અને તેને મુકવાનો વખત ન આવે. 144 સુખ અને આનંદ મેળવવા માટે વિષયાસક્તિ અને પશુવૃત્તિના બારણે ભિક્ષા માગતા ફરવું એ તારા સ્વરૂપને હીણપત લગાડવા જેવું છે. 145 જગતની નાશવંત વસ્તુઓ માટે તમારૂં શાશ્વત સુખ ધૂળધાણી કરશે નહિ . 146 મહાનું અમૃત સાગર તમારામાં જ ભરેલો છે. સર્વ સુખ તમારા અંતઃકરણમાં જ રહેલું છે, અંત:કરણમાંજ તેને શોધો અને અનુભવો. 147 દરેક ધર્મોના, દરેક મતના અને દરેક સંસ્થાના તેમજ દરેક જનસમૂહના સદ્દવિચાર સાથે લેવડદેવડ કરવાનું ચુકીશ નહિ. માન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust