________________ (138) 148 જ્યાંસુધી શરીર છે ત્યાંસુધી કર્મ કર્યા વિના gટક નથી, હવે જ્યારે જીવનને કર્મ કરવાંજ પડે છે તો પછE જે પ્રકારના કર્મથી આત્મદર્શન થઈ શકે તે પ્રકારનાજ કેમ શા માટે ન કરવાં ? 14 દરેક જીવ એ તારૂં પિતાનું જ એક અંગ છે એ કેમ ભૂલી જાય છે? પરમાથે કામ કર ! તું જેવી રીતે તારા સ્ત્રી પુત્રને તારા પિતાના માની તેઓની સર્વ પ્રકારની મંગળ કામના રાખે છે તેવીજ રીતે જાતિ, વર્ણ વિગેરેને કાંઈ પણ વિચાર કર્યા વિના જ્યારે તારામાં જગતના સર્વ જીવો માટે જયમંગલકામના જાગૃત થશે ત્યારે જ સમજજે કે તું ધીમે ધીમે આદર્શ જીવન પ્રત્યે હવે આગળ વધતો જાય છે. 15. પરમાત્મા સર્વ શક્તિમાન છે અને એ જ સવ શક્તિમાન હું પોતેજ છું આવી દઢભાવના કરવાથી તમે અવશ્ય સર્વ શક્તિમાન પરમાત્મારૂપજ થઈ રહેશો. 151 ભળાજનોને ભરમાવનારી અને સ્વછંદાનુગામિની, એવી ઈચછાદેવીના દાસત્વને સ્વિકાર કરતાં પોતાના સ્વામિ ત્વપણના હક્કને ગુમાવી ન આપે. તે તમને સ્થળે સ્થળે ઉંચા શીખર પર ચડાવી પટકી મારશે. 152 જગતમાં કોઈ કોઈના માટે આવતું નથી. પણ સે પોતપોતાના પૂર્વાપરના રણને જમે ઉધાર કરવા માટે આવે છે અને તે રી પૂર્ણ કરી ખાતુ સરભર થતાં તેઓનું આવવું પડ્યું બંધ થાય છે. એટલે તેઓ સત્ ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust