________________ . . . . . . . A. (69) મણ–બેન ચંપા, તેમાં આભાર માનવા જરૂર નથી, મારી ફરજ છે તે કહું છું સાંભળ. આચાર્ય મહારાજશ્રી એક ચોગીપુરુષ મહાધ્યાની, જ્ઞાની અને જૈનશાસનને એક અણમૂલ કહીનુર હીરે હતા, અને તેઓશ્રીને મેં જોયા પણ હતા. ચંપાબેન મણું, આચાર્યશ્રીનું સ્થાન, માતા પિતાનું નામ તથા જન્મ ક્યાં થયો તે જણાવશે.? = મણી–સાંભળ બેન ચંપા, આચાર્યશ્રી બોટાદ પાસે આવેલા પાલીયાદ ગામના રહીશ હતા, પીતાશ્રીનું નામ માધવજીભાઈ, માતુશ્રીનું નામ લમીબેન, તેઓશ્રીને જન્મ મશાલપક્ષ પાલીતાણામાં સં. 1933 ના પિોષ સુદ પુર્ણમાએ થયો હતો, નામ કેશવજી રાખેલ હતું. ચંપા—બેન મણી, આ૦ શ્રીને દીક્ષા લેવામાં શું કારણ મળ્યું. દમણ–બેન ચંપા સાંભળ, સંસારમાં જ્ઞાની પુરૂષોને વૈરાગ્ય ના અનેક કારણો છે, છતાં આ૦ શ્રીને માતા તથા પિતા બંને જણ માત્ર ત્રણ દિવસને આંતરે સં, 1949 ના અષાડ સુદ બીજે માતુશ્રી અને પાંચમે પિતાશ્રી સ્વર્ગે જવાથી સંસારની અસારતા તેમને જણાઈ અને દિક્ષા લેવા ભાવના થઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust