________________ (87) ત્યારબાદ શ્રી ય૦ વિ. જેનગુરૂકુળના ધાર્મિક અધ્યાપક કસ્તુરચંદ હેમચંદ દેશાઈએ બુલંદ અવાજે અને પ્રેમપૂર્વક હૃદયે. સદ્દગત પૂજ્યશ્રીના ગુણાનુરાગનું ધ્યાન કરતાં જણાવ્યું કે તેઓ એક ખરેખર શાંતિપ્રિય અને મહાપુરૂષ હતા. તેઓશ્રીનો મારે પરિચય થયો હતો અને તેથી કહેવાની જરૂર પડે છે કે તેઓ કર્તવ્યશીલ હતા. અને તેમને ઉદ્દેશ પણ તેજ હતો. મનુષ્ય જ્યાં સુધી ઉચ્ચ આદર્શને અમલમાં મુકતો નથી ત્યાં સુધી આદર્શ બોલવાથી કંઈ આદર્શની સફળતા થતી નથી. જીનેશ્વર પ્રભુ પ્રત્યે અવિચળ શ્રદ્ધા અને કર્તવ્યપરાયણ થયા સિવાય ઈચ્છિત વસ્તુ મળવી મુશ્કેલ છે. માનવભવનું સાર્થક પણ ત્યારે છે. આટલું બોલી તે બાબત શુદ્ધ શ્રાવિકા સુલસા અને ચેલણાના દષ્ટાંતો આપી પોતાની જગ્યા લીધી હતી ત્યારબાદ ગુરૂકુળના હાઉસમાસ્તર ભાઈશ્રી તલકચંદ માવજીએ સદ્ગત આચાર્યશ્રીના સંબંધી બોલતાં જણાવ્યું કે તેઓ પ્રભાવશાળી હતા. જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપતા. સંઘમાં તેઓનું ઘણું સન્માન થતું તેમ તેઓ આપણું વડા હતા. વડા કેમ થવાય છે. અને ઉચ્ચ કોટીના મહાપુરૂજ વડા થઈ શકે છે. તે બાબત “વડાંનું " દષ્ટાંત આપી સિદ્ધ કરી હતી. ત્યારબાદ ગુરૂકુળના સુપ્રિ. શ્રીયુત શંકરલાલભાઈએ જણાવ્યું કે જયંતિની પ્રથા ઘણુંજ ઉત્તમ છે. તેથી જ મહાપુરૂષના જીવનના જગતને જાણ થાય છે. આગળ આ પ્રથા હતતો આપણને : સમર્થ પૂર્વાચાર્યોના જીવન સંબંધમાં કેટલુંયે જાણવાનું મળત, હાલમાં પંડિતજી સુખલાલજીએ સન્મતિ તર્કનું ભાષાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust