________________ (15) કરવાને માટે માટી લેવાને નદીના સામે કાંઠે ગયા, ઉનાળાને સખ્ત તડકે અને ઉની લુની અસર તેમના શરીરે જણાઈ. કમભાગ્યે તેમને ઝાડા શરૂ થયા. ડાકટર, વૈદ્ય વિગેરે પાસે ઉપચાર કરાવ્યા પણ કંઈ ફેર ન પડતાં દરદ વધતું ગયું. તેમના વ્હાલા પુત્રોએ અંત સમયે પિતાથી બનતી અને છાજે તેવી માતાની સુશ્રુષા-સારવાર કરી પણ આરામ નજ થયો. આમ ત્રણ દિવસની સામાન્ય બીમારી ભોગવી બેન લક્ષમીબેન પોતાની પાછળ પોતાના જ બાળકને મુકી સં. 1949 ના અષાડ સુદ 2 ના દિવસે સ્વર્ગવાસ પામ્યા. માતાની ખોટ સે વરસે પણ કેને નથી જણાતી? તેમના પુત્રને પારાવાર દિલગીરી થઈ. સગાં-વહાલાંઓએ સાંત્વન આપ્યું. પણ થોડા જ દિવસમાં એક એ કરૂણ બનાવ બન્યો કે જેથી તેમના દુ:ખાગ્નિમાં વૃત રેડાયું અને તેમને ઉપર આભ અને નીચે ધરતી સિવાય કંઈ ન રહ્યું. - માતુશ્રી લક્ષ્મીપ્લેનના દેહને અગ્નિસંસ્કાર કરીને આવ્યા પછી માધવજીભાઈ લક્ષ્મીબાઈ રહિત સુનાં ઘરમાં પ્રવેશ્યાં. અત્યારે લક્ષ્મીબાઈની ખરેખરી ખોટ દેખાઈ, કારણ કે બાળ બચ્ચાં નાની ઉમ્મરના હતાં. હજુ માતાની ગોદ ભૂલ્યાં ન હતાં. આ કારમી પીડાથી માધવજીભાઈ ચિંતામાં ડુબી ગયા. તેઓ વિચાર કરવા લાગ્યા કે “નાને છોકરે દશ મહિનાને, બીજે ત્રણથી ચાર વર્ષને, ત્રીજે સાતથી આઠ વર્ષને. આ ત્રણે નાના છોકરાઓને ઉછેરવા, લાલન-પાલન કરવું અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust