________________ (31) થવાને આ અમૂલ્ય અવસર હાથ લાગ્યો છે, આ પ્રમાણે વિચાર કરી સમગ્ર સંઘ તરફથી મહારાજશ્રીને આચાર્ય પદવી આપવા આગ્રહ કરવામાં આવ્યો. મહારાજશ્રીની પદવી લેવાની બીલકુલ ઈચ્છા ન હતી છતાં સંઘના અતિ આગ્રહથી મન રહ્યા. એટલે સંઘ તરફથી આચાર્યપદવી માટે મહોત્સવ શરૂ કરવામાં આવ્યો. સંઘ તરફથી શત્રુંજય વિગેરે તિર્થની રચના કરવામાં આવી. શેઠ જુઠાભાઈ સાકરચંદ વોરા તરફથી અઠ્ઠાઈ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો, આચાર્યપદવીનું મુહૂર્ત સં. ૧૯૮૩ના કારતક વદી 6 નું હોવાથી દાદાસાહેબના વિશાળ ચોકમાં સુંદર ચંદણી બાંધી તેની નીચે રૂપાનું સમવસરણોઠવવામાં આવ્યું. અને હજારો માણસોની મેદની વચ્ચે પ્રથમ પં મહારાજ શ્રી દેવવિજયજીને મહા મહોપાધ્યાય પદવી પં. શ્રી લાભવિજયજીને પ્રવર્તક પદવી આપવાની ક્રિયા કરાવી ને પદવી પણ આપી. તે પછી મહારાજશ્રીએ નાણને ફરતી ક્રિયા કરી. 'ક્રિયા સંપૂર્ણ થતાં હર્ષથી ઘેલા બનેલા શ્રી ચતુર્વિધ સંઘે મહા રાજશ્રી ઉપર આચાર્ય પદવીને વાસક્ષેપ નાખ્યા. મહારાજશ્રીનું નામ “વિજયકેશર સૂરીશ્વરજી” રાખવામાં આવ્યું. શ્રી અમદાવાદવાળા નગરશેઠ વિમળભાઈ મયાભાઈ, વાડીલાલભાઈ પરશેતમદાસ, ગીરધરભાઈ વિગેરે તરફથી મહારાજશ્રીને પ્રથમ ચાદર કામળી ઓઢાડવામાં આવી પછી તમામ સંઘ તરફથી ચાદર તથા કામળીઓ ઓઢાડી, તે દિવસે રાણપુરવાળા શેઠ વાડીલાલભાઈ પરશોતમદાસ તરફથી શાંતિ સ્ત્રાત્ર. વરડે તથા જૈનના ત્રણે ફિરકા વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસીઓની મલી નવકારશી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust