________________ (34) લીધા. તે બતાવે છે કે તેઓ ખરેખર પ્રતિભાશાળી અને શક્તિમાન હતાં છે. * : ; . . . . . . . . . . ." : : : : !! - પ્રકરણ : 8 પ્રકરણ : 8 : ' ': કે ઇ . * તારંગાજી તિર્થમાં ધ્યાન અને શરદીની અસર. - આચાર્ય મહારાજ શ્રી સં. 1985 નું ચોમાસું વડાલી કરી કાતક વદમાં તારંગાજી પધાર્યા. અહીં ધર્મશાળામાં ધ્યાનને લાયક એકાંત સ્થાન ન હોવાથી નવીન બનાવેલ ગુફા માં મહારાજશ્રી ધ્યાન ધરવા જતા હતા. કારણકે ચેગીઓને એકાંતવાસમાં અપૂર્વ આનંદ આવે છે, નિર્જન અને ભયંકર ગુફા જેવું સ્થાન પણ તેમને રમણીય ભાસે છે. ત્યાં ગુફામાં સમાધિ લગાવી તેઓ બેસી રહેતા. એક વખત ઘણે વરસાદ પડ્યો અને સાથે ઠંડો પવન પણ વાવા લાગ્યો, સખત ઠાર અને ઉપકરણની હાજરી છતાં મહારાજશ્રીએ સહનશીલ થવા ની ભાવના ભાવી. મનની મક્કમતાને લીધે તેઓશ્રીએ ઠંડી સહન કરી પણ એ ઠંડીની અસર બહુજ ખરાબ થઈ ને તેમને વિઘાતક નીવડી. શરદીની અસરથી છાતીમાં દુ:ખાવો થયો, એકવાર મૂચ્છો આવીને પડી ગયા. શ્વાસની એકદમ અસર જણાઈ, મહા મુશ્કેલીથી સી પર આવ્યા. ત્યાં મુનિશ્રી ન્યાયવિજયજીને પન્યાસપદવી આપવાનું કાર્ય કરવાનું હતું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust