________________ (35) | આટોપી ચાતુર્માસ માટે દેહગામ આવ્યા. શરૂઆતમાં તો 1 જરા ઠીક જણાયું. ગામબહાર એક સરકારી મુકામમાં ધ્યાન કરવાની સગવડતા સારી હોવાથી મહારાજશ્રી તથા મુનિ શ્રી ધ્યાનવિજયજી તથા સિદ્ધકરણભાઈ ત્યાં રહેવા લાગ્યા... ... ' લોકોને લાભ આપવા ખાતર મહારાજશ્રી નિરંતર વ્યાખ્યાન વાંચવા તથા ગેચરી માટે ગામમાં આવતા હતા. મહાન પુરૂષે લેકોના ભલાની ખાતર શરીરની પણ દરકાર કરતા નથી અને સ્વ-કર્તવ્યમાં રક્ત રહે છે; પયુંષણ સુધી તો ઠીક શાતા રહી. વ્યાખ્યાન વિગેરેથી જૈન તેમજ જૈનેતર પ્રજાને ઘણું સારે લાભ આપ્યો. પર્યુષણના અંગે જવું. આવવું ગામબહાર ન બને આથી મહારાજશ્રી વિગેરે ગામમાં પધાયો અને પર્યુષણના વ્યાખ્યાનો આનંદથી વાંચ્યા, પણ 1 પર્યુષણના છેલ્લે દિવસે રાતના છાતીમાં સહેજ થડકારે પેદા થયે પણ તરત દવા લેતાં આરામ થયા ગામ કરતાં ગામબહારની હવા વધારે માફક આવશે એમ જણાયાથી મહારાજ શ્રી પાછા ગામબહાર બંગલે ગયા, ત્યાં કાળા પથ્થરની લાદી હાવાથી તથા આસપાસ વનસ્પતિ હોવાથી ફરી પાછી શરદી તથા તાવની અસર થઈ. શ્રાવકોએ તેમને ગામમાં આવવા આગ્રહ કર્યો, છતાં તેઓશ્રીની ઈચ્છા ન થઈ, વૈદ્ય તથા ડોકટરોની દવા કરાવી, છતાં પરિણામ કાંઈ ન આવ્યું; તેથી ચોમાસું પૂર્ણ થયે હવાફેર કરવા પેથાપુર આવ્યા, સ્થાનફેરથી થોડા દિવસ અત્રે ઠીક જણાવા લાગ્યું, પણ શરીરની નબળાઈ વધવાને લીધે માંદગીએ ફરી ઉથલો માર્યો. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust