________________ (36) " પક્ષઘાતની અસર, ઉનાળાના વસવાટ માટે પેથાપુરનાં ઉપાશ્રય યોગ્ય હતા પરંતુ શિયાળામાં ઉલટી શરદી કરે તેવી સ્થિતિ હતી; અહી ઠંડીની અસર વધુ થતાં પક્ષઘાતની સેજ અસર જણાઈ. આવા સમર્થ પરોપકારી આચાર્ય મહારાજને આમ અશાત વધતી જતી હોવાથી પેથાપુરની જૈનપ્રજાને ઘણું દુ:ખ થયું - બહારગામથી ઘણું માણસો શાતા પૂછવા આવવા લાગ્યા, પક્ષઘાતની અસર જણાયાથી કલેલથી બે ડોકટરે લાવ્યા અને તાત્કાલીક ચાંપતા ઉપાય લીધા. ત્રણ-ચાર દિવસમાં પક્ષઘાતની અસર નાબુદ થઈ, તબીયત જરા ઠીક જણાઈ, પેથાપુરમાં ડેાકટર તથા વૈદ્યની ચોગ્ય સગવડતા ન હોવાથી. શિષ્યવર્ગ બધાની ઈચ્છા મહારાજશ્રીને મેનામાં બેસાડી. અમદાવાદ લઈ જવાની થઈ તેમજ અમદાવાદથી નગરશેઠ વિમળભાઈ મયાભાઈ, શેઠાણી મુક્તાબેન વિગેરે મહારાજશ્રીને વંદન કરવા તથા તબીયત જોવા આવ્યા હતા, તેમણે પણ તબીબી સારવાર માટે અમદાવાદ આવવા અતિશય આગ્રહ કર્યો, આથી મહારાજશ્રીને મહા સુદી પાંચમે અમદાવાદ લાવવામાં આવ્યા, અત્રે દેશી વૈદ્ય શર્માભાઈની દવા શરૂ કરી. આથી કાંઈક આરામ આવતા ગયા અને હરતા ફરતા પણ થઈ ગયા, એક મહિને લગભગ જરા ઠીક જણાયું પણ પાછો મંદવાડે. કરી ઉથલે માર્યો, પીડા વધતી જણાઈ, બરાબર સૂઈ પણ શકાય નહિં, બેઠા બેઠા જરા ટેકાથી નિદ્રા લઈ શકાય, અરે! એક સમર્થ એગી અને તપસ્વી આચાર્યશ્રીને અશાતા વેદ-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust